દોડધામ@ગુજરાત: રાજ્યસભાની 4 બેઠકો થશે ખાલી, ઉમેદવારો સાંસદ થવા તલપાપડ

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં ફરી ચૂંટણીનો માહોલ જોવા મળશે. રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી માર્ચ મહિનામાં ચૂંટણી યોજાશે. 26 માર્ચે જ ચૂંટણી બાદ મતગણતરી યોજાશે. રાજ્યસભામાંથી જે સભ્યો મુદ્દત પુરી થઇ રહી છે તેમાં ચુનીભાઇ ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલસિંહ વાડોદીયા, શંભુપ્રસાદ ટુંડિયાની ટર્મ પુરી થઇ જતાં ચૂંટણી યોજાશે. નોંધનિય છે કે, ચાર સીટો
 
દોડધામ@ગુજરાત: રાજ્યસભાની 4 બેઠકો થશે ખાલી, ઉમેદવારો સાંસદ થવા તલપાપડ

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં આગામી માર્ચ મહિનામાં ફરી ચૂંટણીનો માહોલ જોવા મળશે. રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી માર્ચ મહિનામાં ચૂંટણી યોજાશે. 26 માર્ચે જ ચૂંટણી બાદ મતગણતરી યોજાશે. રાજ્યસભામાંથી જે સભ્યો મુદ્દત પુરી થઇ રહી છે તેમાં ચુનીભાઇ ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલસિંહ વાડોદીયા, શંભુપ્રસાદ ટુંડિયાની ટર્મ પુરી થઇ જતાં ચૂંટણી યોજાશે. નોંધનિય છે કે, ચાર સીટો ખાલી થતાં ઉમેદવારોમાં રાજ્યસભાના સાંસદ થવા તલપાપડ બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ઉપર આગામી માર્ચ મહિનામાં ચૂંટણી યોજાશે. રાજ્યસભા સાંસદ ચુનીભાઇ ગોહેલ, મધુસુદન મિસ્ત્રી, લાલસિંહ વાડોદીયા, શંભુપ્રસાદ ટુંડિયાની ટર્મ પુરી થઇ જતાં ચૂંટણી યોજાશે. નોંધનિય છે કે, ચાલુ વર્ષે રાજ્યસભાની 68 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જેમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસને કેટલીક સીટો ગુમાવવી પડી શકે છે. બીજી તરફ કોંગ્રેસના નુકસાનનો ફાયદો NDAને મળી શકે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેટલાક રાજ્યમાં કોંગ્રેસની ક્ષમતા ઓછી હોવાના કારણે રાજ્યસભા માટે યોજાનાર ચૂંટણીમાં સામેલ 19 બેઠકમાંથી 9 બેઠકો ગુમાવવી પડી શકે છે. બીજી તરફ એવી પણ અટકળો તેજ થઈ ગઈ છે. કે પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રણદીપ સુરજેવાલા જેવા મોટા નેતાઓને રાજ્યસભામાં મોકલવા અંગે કોંગ્રેસ વિચાર કરી રહ્યું છે.