દોડધામ@ગુજરાત: પૂર્વ અને રનિંગ ધારાસભ્યને કોરોના થયો, સારવાર શરૂ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં પૂર્વ અને રનિંગ ધારાસભ્યનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે અમદાવાદ ખાતેની સિમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરાની કરજણ-શિનોર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય પટેલે રાજ્યસભાની ચૂંટણી
 
દોડધામ@ગુજરાત: પૂર્વ અને રનિંગ ધારાસભ્યને કોરોના થયો, સારવાર શરૂ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં પૂર્વ અને રનિંગ ધારાસભ્યનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે અમદાવાદ ખાતેની સિમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરાની કરજણ-શિનોર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટલાદના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન નિરંજન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠક પર ચૂંટણી પહેલા કૉંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેનારા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય પટેલે ખૂદ સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી હતી. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અક્ષય પટેલની સારવાર શરૂ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસની વાત કરવામાં આવે તો ચિરાગ કાલરિયા, ઇમરાન ખેડાવાલા, ગેનીબેન ઠાકોર, કાંતિભાઈ ખરાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપમાંથી વી.ડી.ઝાલાવડીયા, જગદીશ પંચાલ, બલરામ થાવાણી, કિશોર ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે. ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ સારવાર હેઠળ છે.