દોડધામ@ગુજરાત: 562 રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા CMને ધારાસભ્યોનો પત્ર

અટલ સમાચાર, મહેસાણા વિશ્વની સૌથી મોટી પ્રતિમા કેવડીયા ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવાની માંગ હવે બુલંદ બની છે. જેને સમર્થન આપી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતનાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. નોંધનિય છે કે, વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટન વખતે વડાપ્રધાને અખંડ ભારત માટે પોતાની તમામ સંપત્તિ અર્પણ કરનાર 562 રાજા રજવાડાઓનું મ્યુઝિયમ
 
દોડધામ@ગુજરાત: 562 રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા CMને ધારાસભ્યોનો પત્ર

અટલ સમાચાર, મહેસાણા

વિશ્વની સૌથી મોટી પ્રતિમા કેવડીયા ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવાની માંગ હવે બુલંદ બની છે. જેને સમર્થન આપી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતનાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. નોંધનિય છે કે, વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટન વખતે વડાપ્રધાને અખંડ ભારત માટે પોતાની તમામ સંપત્તિ અર્પણ કરનાર 562 રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા તથા તેમનો ઇતિહાસ મુકવાની તૈયારી બતાવી હતી.

દોડધામ@ગુજરાત: 562 રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા CMને ધારાસભ્યોનો પત્ર

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@ગુજરાત: 562 રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા CMને ધારાસભ્યોનો પત્ર

બનાસકાંઠા જીલ્લાના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખી મ્યુઝિયમ બનાવવા રજૂઆત કરી છે. આ સાથે રાજ્યના અન્ય ક્ષત્રિય ધારાસભ્યોએ પણ રજવાડાઓના મ્યુઝિયમ માટે દોડધામ શરૂ કરી છે. અગાઉ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટન દરમ્યાન વડાપ્રધાન મોદીએ લોકશાહી માટે જાગીર-સંપત્તિનું બલિદાન આપનાર 562 રાજા રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની તૈયારી બતાવી હતી. મ્યુઝિયમમાં રજવાડાઓનો ઇતિહાસ મુકવાની પણ ખાતરી આપી હતી.

દોડધામ@ગુજરાત: 562 રાજવીઓનું મ્યુઝિયમ બનાવવા CMને ધારાસભ્યોનો પત્ર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનના ખુદના મંતવ્ય સામે હજુ સુધી કોઇ પાયાની ગતિવિધિ પણ થઇ નથી. આથી ગુલાબસિંહ રાજપૂત, અમિત ચાવડા, સી.જે.ચાવડા, જયપાલસિંહ પઢિયાર, રાજેન્દ્રસિંહજી ધીરસિંહજી પરમાર અને કાંતિભાઇ પરમાર સહિતના ધારાસભ્યોએ મ્યુઝિયમ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ઉલ્લેખનિય છે કે, અટલ સમાચાર ડોટ કોમ દ્રારા અગાઉ પ્રસિધ્ધ થયેલ રીપોર્ટને ગંભીરતાથી લઇ ધારાસભ્યોએ પણ મથામણ શરૂ કરી છે.