દોડધામ@કડી: સગીરાને ભગાડી ગયેલ વિધર્મી યુવક વિરુદ્ધ આક્રોશ, SP દોડી આવ્યા

અટલ સમાચાર,કડી (મનોજ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે કડીમાં લવ જેહાદના મામલે હિન્દુઓમા ભારે રોષ ફાટી નિકળ્યો છે. જેને લઇ આજે મામલતદારને આવેદનપત્ર આપી 48 કલાકનુ અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યુ હતુ. ઘટનાને લઇ મહેસાણા જીલ્લા પોલીસવડા કડી ખાતે દોડી આવ્યા હતા. હિન્દૂ યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી ગયાને છ દિવસ વીતવા છતાં આરોપી નહિ પકડાતાં હિન્દૂ
 
દોડધામ@કડી: સગીરાને ભગાડી ગયેલ વિધર્મી યુવક વિરુદ્ધ આક્રોશ, SP દોડી આવ્યા

અટલ સમાચાર,કડી (મનોજ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે કડીમાં લવ જેહાદના મામલે હિન્દુઓમા ભારે રોષ ફાટી નિકળ્યો છે. જેને લઇ આજે મામલતદારને આવેદનપત્ર આપી 48 કલાકનુ અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યુ હતુ. ઘટનાને લઇ મહેસાણા જીલ્લા પોલીસવડા કડી ખાતે દોડી આવ્યા હતા. હિન્દૂ યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી ગયાને છ દિવસ વીતવા છતાં આરોપી નહિ પકડાતાં હિન્દૂ સમાજ રોષે ભરાયો હતો. વી.એચ.પી. અને રાષ્ટ્રહિત ચિંતક સમિતિ દ્વારા નાની કડી સ્થિત રામજી મંદિરમાં બેઠક કરી સોમવારના રોજ બાઇક અને કાર રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું. પરંતુ જિલ્લા પોલીસવડાને રેલી અંગેની માહિતી મળી જતા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે રવિવારે સાંજે હિન્દૂ સમાજના આગેવાનો સાથે બેઠક કરી ચોવીસ કલાકમાં આરોપીને ઝડપી પાડવાનું આશ્વાસન આપતા રેલી મોકૂફ રાખવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@કડી: સગીરાને ભગાડી ગયેલ વિધર્મી યુવક વિરુદ્ધ આક્રોશ, SP દોડી આવ્યા

મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ગામડાની કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને વિધર્મી યુવક ભગાડી જતા શહેરમાં મામલો ગરમાયો છે. કડી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા ફિરોજખાન સૈયદ નો પુત્ર અરબાઝ સૈયદ કડી-કલ્યાણપુરા રોડ પરના ગામની યુવતીને છ દિવસ પહેલા ભગાડી ગયો હતો. હિન્દૂ યુવતીને વિધર્મી યુવક દ્વારા ભગાડી જવાની વાત શહેરમાં ફેલાતા રવિવારે સાંજે હિન્દૂ લોકોના ટોળાં પોલીસ મથક ઉપર ઉમટી પડ્યા હતા.લવ જેહાદ નો મામલો ચર્ચામાં આવતા જિલ્લા પોલીસ વડાએ શહેરમાં પોલીસ કાફલો ખડકી દીધો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 14 સપ્ટેમ્બરની રાત્રે વિધર્મી યુવક દ્વારા યુવતીને ભગાડી ગયા બાદ છ જેટલા દિવસો વીતવા છતાં પોલીસ આરોપી પકડી નહિ શકતા લોકો રોષે ભરાયા હતા અને રેલી દ્વારા આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું પરંતુ જિલ્લા પોલીસવડાની મધ્યસ્થીથી રેલી રદ્દ કરવામાં આવી હતી.

દોડધામ@કડી: સગીરાને ભગાડી ગયેલ વિધર્મી યુવક વિરુદ્ધ આક્રોશ, SP દોડી આવ્યા

કડીમાં લવ જેહાદની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર હિન્દૂ સમાજમાં પડયા છે. આજ રોજ કડીના વિવિધ હિન્દૂ સહઠનોએ મહેસાણા જિલ્લા SP પાર્થરાજસિંહ ગોહિલને આ ઘટના સંદર્ભે રજુઆત કરી હતી. તથા કડી મામલતદારને આ ઘટના માટે તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવાય તે સંદર્ભે 48 કલાક નું અલ્ટીમેટમ સરકારને આપ્યું હતું. આ તરફ કડી મામલતદારને વિશ્વ હિન્દુ પરિષદ-કડી પ્રખંડ, રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ, સરદાર પટેલ ગ્રુપ(SPG), પાટીદાર સેના, રાજપૂત યુવા સંગઠન , વગેરે જેવા હિન્દૂ સંગઠનોએ આવેદન પત્રો આપ્યા હતા.

દોડધામ@કડી: સગીરાને ભગાડી ગયેલ વિધર્મી યુવક વિરુદ્ધ આક્રોશ, SP દોડી આવ્યા

યુવતીને ભગાડી જનાર આરોપીને વહેલી તકે ઝડપી પાડીશું:- ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ (SP,મહેસાણા)

કડીની પટેલ હિન્દૂ યુવતીને લઈને ભાગેલા વિધર્મી યુવકને ઝડપી પાડવા નાયબ જિલ્લા પોલીસ વડા રુહી પાયલાની અધ્યક્ષતામાં પોલીસની ચાર ટીમો કામે લાગી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસ પુરજોશમાં કામે લાગી છે અને જ્યાં સુધી યુવતી પરત ના આવે ત્યાં સુધી નાયબ જિલ્લા પોલીસ વડા રુહી પાયલ કડી ખાતે બેજ બનાવીને શહેરમાં હાજર રહે છે તેમ કરી વહેલામાં વહેલી તકે આરોપીને ઝડપી પાડી યુવતીને પરત લાવવાનો આશાવાદ જિલ્લા પોલીસ વડાએ હિન્દૂ સમાજના આગેવાનોને આપ્યો છે.