દોડધામ@ખેડબ્રહ્મા: મહિલાઓના આક્રોશ બાદ પોલીસ ભાનમાં, બે દારૂડીયા ઝબ્બે

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ શુક્રવારે જોરદાર હોબાળો મચાવ્યા બાદ પોલીસમાં દોડધામ મચી ગઇ છે. દારૂની બદીને લઇ શહેર અને તાલુકામાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કર્યાનું સામે આવ્યુ છે. જોકે બુટલેગર પકડવાની જરૂર સામે હાલ બે દારૂડીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હકીકતે પંથકના બુટલેગરો દ્રારા દારૂ વેચાણ બંધ થાય
 
દોડધામ@ખેડબ્રહ્મા: મહિલાઓના આક્રોશ બાદ પોલીસ ભાનમાં, બે દારૂડીયા ઝબ્બે

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં મહિલાઓએ શુક્રવારે જોરદાર હોબાળો મચાવ્યા બાદ પોલીસમાં દોડધામ મચી ગઇ છે. દારૂની બદીને લઇ શહેર અને તાલુકામાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કર્યાનું સામે આવ્યુ છે. જોકે બુટલેગર પકડવાની જરૂર સામે હાલ બે દારૂડીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હકીકતે પંથકના બુટલેગરો દ્રારા દારૂ વેચાણ બંધ થાય તો મહિલાઓને ઘણા અંશે રાહત મળે તેમ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર દારૂડિયાઓને પકડી પોલીસ પોતાની જવાબદારીઓથી દૂર ભાગી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામેથી પોલીસે બે દારૂડીયાઓને ઝડપી પાડ્યા છે. ગુરૂવારે તાલુકાના લક્ષ્મીપુરા ગામે દારૂની બદીને લઇ મહિલાઓએ જનતારેડ કર્યા બાદ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં ઉગ્ર આક્રોશ વ્યક્ચ કર્યો હતો. જેથી પોલીસે ખેડવા ગામેથી લાલભાઇ અનાભાઇ બામણિયા અને નકુરાભાઇ રામાભાઇ બામણિયા(બંને રહે. કોટડા છાવણી, રાજસ્થાન)નામના બે ઇસમની દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. મહત્વની વાત એ છે કે, મહિલાઓને દારૂની હેરાફેરી બંધ થાય તેમાં સૌથી મોટી રાહત મળે તેમ છે.