દોડધામ@મહેસાણા: કોરોનાના આજે નવા 4 કેસ, સંક્રમિતો શોધવા કવાયત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં આજે કોરોનાના નવા ચાર કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જેમાં મહેસાણા, કડી અને વિજાપુરમાં આ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગત દિવસે લેવાયેલા 50 સેમ્પલના રિઝલ્ટ આજે આવ્યા હતા. જેમાંથી 46 રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 4 રિઝલ્ટ
 
દોડધામ@મહેસાણા: કોરોનાના આજે નવા 4 કેસ, સંક્રમિતો શોધવા કવાયત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં આજે કોરોનાના નવા ચાર કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જેમાં મહેસાણા, કડી અને વિજાપુરમાં આ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં બે મહિલા અને બે પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગત દિવસે લેવાયેલા 50 સેમ્પલના રિઝલ્ટ આજે આવ્યા હતા. જેમાંથી 46 રિઝલ્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે 4 રિઝલ્ટ પોઝેટિવ આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના નવા ચાર કેસ આવ્યા છે. મહેસાણાના બલોલ પરામાં 57 વર્ષિય સીતારામભાઇ પટેલ, કડી તાલુકાના કુંડાલ ગામે 60 વર્ષીય કાન્તાબેન પટેલ, વિજાપુરમાં 24 વર્ષીય રુચિ અવિનાશ યાદવ અને વિજાપુર તાલુકાના માંઠી ગામે 26 વર્ષીય નયનભાઇ પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જેને લઇ તમામને તાત્કાલિક સારવાર માટે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.