દોડધામ@મહેસાણા: બિમાર વ્યક્તિ ગામમાં આવે તો ડ્યુટી આપો, તલાટીઓને આદેશ

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઈ કાળજી માટેની દોડધામ અત્યંત વધી ગઈ છે. ગામમાં શરદી તાવ કે અન્ય બિમારી ધરાવતાં વ્યક્તિ આવે તો તાત્કાલિક અસરથી તપાસ કરાવવા આદેશ થયા છે. કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓને શેરી કે મહોલ્લામાં પ્રવેશ કરતા રોકી સીધા હોસ્પિટલમાં રવાના કરવા તલાટીઓને જણાવ્યું છે. મહેસાણા તાલુકા પંચાયતે આવો પત્ર કર્યો
 
દોડધામ@મહેસાણા: બિમાર વ્યક્તિ ગામમાં આવે તો ડ્યુટી આપો, તલાટીઓને આદેશ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઈ કાળજી માટેની દોડધામ અત્યંત વધી ગઈ છે. ગામમાં શરદી તાવ કે અન્ય બિમારી ધરાવતાં વ્યક્તિ આવે તો તાત્કાલિક અસરથી તપાસ કરાવવા આદેશ થયા છે. કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓને શેરી કે મહોલ્લામાં પ્રવેશ કરતા રોકી સીધા હોસ્પિટલમાં રવાના કરવા તલાટીઓને જણાવ્યું છે. મહેસાણા તાલુકા પંચાયતે આવો પત્ર કર્યો છે.

મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો અટકાવવા સુચના ઉપર સુચના આવી રહી છે. મહેસાણા તાલુકા પંચાયત પ્રમુખે કોરોનાને લઈ તલાટીઓને આદેશ આપ્યો છે. તમારા ગામમાં આવતાં મુલાકાતી કે મહેમાનને શરદી, ખાંસી કે અન્ય લક્ષણો ધરાવતાં હોય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા જણાવી દીધું છે. આ સાથે ફેરિયા કે વેપારીઓને મંજૂરી વિના ગામમાં પ્રવેશ નહિ આપવા સુચના આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રમુખ વિનુભા ઝાલાએ કોરોના વાયરસને લઈ સંબંધિત તલાટીઓને ડ્યુટી આપવા પત્ર લખ્યો છે. જેમાં શંકાસ્પદોની વિગતો રોજેરોજ મેળવી તુરંત હોસ્પિટલમાં ચકાસણી કરાવવા જણાવી દેવામાં આવ્યું છે.