દોડધામ@મહેસાણા: LCBએ બાતમી આધારે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે મહેસાણા એલસીબીએ બાતમી આધારે રેડ કરી ગાંજો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. એલસીબીના હેડ.કોન્સ.ને બાતમી મળી હતી કે, કસ્બા વિસ્તારમાં એક વ્યક્તિ ગાંજાનો જથ્થો રાખી ગેરકાયદેસર વેપાર કરે છે. જે આધારે એલસીબીએ પંચો સાથે રાખી રેડ કરતાં બાતમીવાળી જગ્યાએથી 930 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
 
દોડધામ@મહેસાણા: LCBએ બાતમી આધારે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે મહેસાણા એલસીબીએ બાતમી આધારે રેડ કરી ગાંજો ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. એલસીબીના હેડ.કોન્સ.ને બાતમી મળી હતી કે, કસ્બા વિસ્તારમાં એક વ્યક્તિ ગાંજાનો જથ્થો રાખી ગેરકાયદેસર વેપાર કરે છે. જે આધારે એલસીબીએ પંચો સાથે રાખી રેડ કરતાં બાતમીવાળી જગ્યાએથી 930 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ કિ.રૂ.23,300નો મુદ્દામાલ ઝડપી પાડી એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@મહેસાણા: LCBએ બાતમી આધારે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
જાહેરાત

મહેસાણા એલસીબીએ કસ્બા વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબી પીએસઆઇ એ.કે.વાઘેલા સહિતનો સ્ટાફ ઓફીસે હાજર હતો. આ દરમ્યાન હે.કો.નરેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, આંબેડકરચોક પાસે, દાવલશા પીરની દરગાહ નજીક પઠાણ ઇકબાલ ઉર્ફે ડુંટી માલેખાન રહે. કસ્બા સેતવાડ વાળો પોતાના કબજા ભોગવટાની જગ્યામાં નશીલા માદક દ્રવ્ય ગાંજાનો વેપાર કરે છે. જે આધારે એલસીબીએ પંચો સાથે રેડ કરી ગાંજો ઝડપી પાડ્યો હતો.

દોડધામ@મહેસાણા: LCBએ બાતમી આધારે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એલસીબીએ બાતમી આધારે કરેલી રેડમાં ગાંજો ઝડપાઇ જતાં અન્ય ગાંજાના વેપારીઓમાં ફફડાટનું વાતાવરણ ફેલાયુ છે. એલસીબીએ કાર્યવાહી દરમ્યાન ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ગાંજો વજન 930 ગ્રામ કિ.રૂ.9300 તથા ગાંજો તોલવાના ઇલેક્ટ્રીક કાંટા નંગ-ર તથા પ્લાસ્ટીકનની નાની-મોટી કોથળીઓના બંડલ નંગ-ર સહિત રોકડ રકમ કિ.રૂ. 8500 તથા મોબાઇન ફોન નંગ-1 કિ.રૂ.5000 મળી કુલ કિ.રૂ.23,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે આરોપીઓ સામે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C),20(b),29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  • ઇકબાલ ઉર્ફે ડુંટી માલેખાન પઠાણ, રહે. કસ્બા સતવાડ, મહેસાણા
  • અબ્દુલભાઇ શેખ, રહે. સુરત