દોડધામ@સિધ્ધપુર: સૌપ્રથમવાર તર્પણ ઉપર પ્રતિબંધ, કોરોનામાં સૌથી મોટી ઘટના

અટલ સમાચાર,પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) સિધ્ધપુરમાં કોરોના સંક્રમણ બેફામ બનતાં સૌપ્રથમવાર તર્પણ વિધિ પર કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આજે પણ સિધ્ધપુરમાં નવા 32 કેસ આવતાં તંત્ર હરકતમાં આવ્યુ છે. કલેક્ટરે જણાવ્યું હતુ કે, લોકોની આસ્થા પ્રત્યે સંવેદનશીલ છીએ, પરંતુ
 
દોડધામ@સિધ્ધપુર: સૌપ્રથમવાર તર્પણ ઉપર પ્રતિબંધ, કોરોનામાં સૌથી મોટી ઘટના

અટલ સમાચાર,પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

સિધ્ધપુરમાં કોરોના સંક્રમણ બેફામ બનતાં સૌપ્રથમવાર તર્પણ વિધિ પર કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ આવતાં હોવાથી કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આજે પણ સિધ્ધપુરમાં નવા 32 કેસ આવતાં તંત્ર હરકતમાં આવ્યુ છે. કલેક્ટરે જણાવ્યું હતુ કે, લોકોની આસ્થા પ્રત્યે સંવેદનશીલ છીએ, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પ્રતિબંધ જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુરના માધુ પાવડિયા ઘાટ અને સરસ્વતી નદીના પટમાં કારતક સુદ એકમથી કારતક સુદ પુનમ સુધી તર્પણનો અનેરો મહિમા હોઈ પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવતા હોય છે. આ તરફ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તર્પણ વિધિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ચાલુ વર્ષે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ હોવા છતાં પ્રતિદિન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવે છે. જેને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દોડધામ@સિધ્ધપુર: સૌપ્રથમવાર તર્પણ ઉપર પ્રતિબંધ, કોરોનામાં સૌથી મોટી ઘટના

સમગ્ર મામલે પાટણ કલેક્ટર સુપ્રિત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, માધુ પાવડિયા ઘાટ અને આસપાસની ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રતિદિન આવતાં શ્રદ્ધાળુઓની સંખ્યા જોતાં સામાજિક અંતર જળવાવાની શક્યતાઓ નહિવત્ છે. માટે બીજી સુચના ન મળે ત્યાં સુધી સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ રહેશે. વધુમાં કલેક્ટરે જણાવ્યું કે, તર્પણ એ લોકોની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. જેના પ્રતિ વહિવટી તંત્ર સંવેદનશીલ છે, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જાહેર હિતને ધ્યાને લઈ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દોડધામ@સિધ્ધપુર: સૌપ્રથમવાર તર્પણ ઉપર પ્રતિબંધ, કોરોનામાં સૌથી મોટી ઘટના

પહેલાં મંજૂરી બાદ અચાનક કેસો વધતાં તર્પણ ઉપર પ્રતિબંધ

છેલ્લા આઠેક મહિનાથી કોરોના વાયરસના હાહાકાર વચ્ચે પાટણ જીલ્લા વહીવટીતંત્રએ 3 જેટલા લોકોને ગાઇડલાઇનના પાલન સાથે તર્પણ માટે મંજૂરી આપી હતી. આ તરફ છેલ્લા બે-ત્રણ દિવસોમાં કોરોના વાયરસનો આંતક વધતાં અને આજે ગુરૂવારે એકસાથે 32 કેસ નોંધાતાં વહીવટીતંત્રએ ભારે મનોમંથનને અંતે તર્પણવિધિ પર પ્રતિબંધ મુકી દીધો છે. લોકડાઉનમાં મંદીરમાં દર્શન બંધ કર્યા બાદ અનલોકમાં પ્રથમ વખત કોરોનાને કારણે ધાર્મિક વિધિ બંધ રાખવાની નોબત બની છે. આ તરફ તર્પણ વિધિ પર પ્રતિબંધ મુકાતાં સ્થાનિક ભૂદેવો સહિત તર્પણ માટે આવતાં લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.