દોડધામ@સિધ્ધપુર: પ્રતિબંધ છતાં તર્પણવિધિ માટે ઘૂસ્યાં, આગેવાન સામે ગુનો દાખલ

અટલ સમાચાર, મહેસાણા કોરોના કાળે સિધ્ધપુરમાં તર્પણવિધિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જડબેસલાક પોલીસ કાફલો ગોઠવી પ્રવેશ અટકાવવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન આજે મહેસાણા પાલિકાના આગેવાન તર્પણવિધિ કરવા પહોંચ્યા હતા. પ્રતિબંધિત વિસ્તારમાં અનઅધિકૃત રીતે બળજબરીથી ઘૂસી ગયા હતા. રકઝકને અંતે પ્રવેશ કરી બહાર નિકળ્યા તો કાર્યવાહી થઈ છે. પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી પ્રવેશ કર્યો
 
દોડધામ@સિધ્ધપુર: પ્રતિબંધ છતાં તર્પણવિધિ માટે ઘૂસ્યાં, આગેવાન સામે ગુનો દાખલ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના કાળે સિધ્ધપુરમાં તર્પણવિધિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જડબેસલાક પોલીસ કાફલો ગોઠવી પ્રવેશ અટકાવવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન આજે મહેસાણા પાલિકાના આગેવાન તર્પણવિધિ કરવા પહોંચ્યા હતા. પ્રતિબંધિત વિસ્તારમાં અનઅધિકૃત રીતે બળજબરીથી ઘૂસી ગયા હતા. રકઝકને અંતે પ્રવેશ કરી બહાર નિકળ્યા તો કાર્યવાહી થઈ છે. પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. સિધ્ધપુર પોલીસે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામે ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં આજે મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી સામે જાહેરનામાં ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણ જીલ્લામાં અને ખાસ સિધ્ધપુર પંથકમાં કોરોના બેકાબૂ બનતાં કલેક્ટરે જાહેરનામું બહાર પાડી તર્પણવિધિ પર પ્રતિબંધ મુકેલ છે. આ તરફ આજે મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી તર્પણ વિધિ કરવા સિધ્ધપુર પહોંચતા પોલીસે તેમને રોક્યા હતાં. ભારે રકઝકને અંતે માસ્ક વિના બળજબરીથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી તર્પણવિધિ માટે દોડધામ કરી હતી. જોકે ઘાટ પરથી બહાર આવ્યા બાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છેવટે ગુનો એટલે કે ફરિયાદ દાખલ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કલેક્ટરના જાહેરનામા ભંગ બદલ સિધ્ધપુર પોલીસે મહેસાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધી અટકાયત પણ કરી લીધી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો માસ્ક પહેર્યા વગર ઘનશ્યામ સોલંકીએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. જે બાદમાં પોલીસે નાકાબંધી કરી તેમને ખળી ચાર રસ્તા પાસેથી અટકાવી એફઆઇઆર દાખલ કરી છે. સિધ્ધપુર પોલીસે આઇપીસીની કલમ 186 અને 189 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સિધ્ધપુર સહિત મહેસાણા પાલિકાના રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે