દોડધામ@સુઈગામ: અચોક્કસ મુદતની હડતાલથી જનઆરોગ્યચિંતાજનક

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર) રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધ દ્રારા સાત કેડરના કર્મચારીઓને ગત તા 17-12-2019 થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા આદેશ છે. આથી સુઇગામ તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ આજે કુલ 13 માંગણીઓને લઈ સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. આથી પંથકમાં ગરીબ દર્દીઓને સારવાર બાબતે હાલાકીનો
 
દોડધામ@સુઈગામ: અચોક્કસ મુદતની હડતાલથી જનઆરોગ્યચિંતાજનક

અટલ સમાચાર, સુઈગામ (દશરથ ઠાકોર)

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંધ દ્રારા સાત કેડરના કર્મચારીઓને ગત તા 17-12-2019 થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા આદેશ છે. આથી સુઇગામ તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ આજે કુલ 13 માંગણીઓને લઈ સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. આથી પંથકમાં ગરીબ દર્દીઓને સારવાર બાબતે હાલાકીનો સામોન કરવો પડે તેવી સંભાવનાથી ચિંતાજનક સ્થિતિ બની છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળથી જન આરોગ્ય પ્રભાવિત બની શકે છે. ગત દિવસોથી સતત હડતાળથી ગ્રામ આરોગ્ય સેવાઓ વિલંબમાં અને ક્ષતિગ્રસ્ત થઈ શકે તેવી નોબત આવી છે. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય તંત્ર ભારે દોડધામની વચ્ચે જન આરોગ્ય જાળવી રાખવા મથામણ કરી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓ મુખ્યત્વે ગ્રેડ પે, બીજા કર્મચારીઓ કરતાં ઓછો પગાર, ત્રિ-સ્ત્રીય માળખું જેવા કુલ 13 મુદ્દા માટે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે. જેમાં જ્યાં મક્કમ બની જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહિ સ્વીકારે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવું જાહેર કર્યું છે. સરકાર અને કર્મચારીઓ વચ્ચે જન આરોગ્ય સામે ચિંતાજનક માહોલ સર્જાયો છે.