દોડધામ@વારાહીઃ કોરોના વિસ્ફોટથી 3 દિવસ સજ્જડ બંધ, બજારમાં સન્નાટો

અટલ સમાચાર,પાટણ વારાહી ગામમાં એક જ સોસાયટીમાં એક સાથે સાત વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આથી સંક્રમણનો રાફડો ફાટે તે પહેલા સ્થાનિક તંત્રએ આજથી સજ્જડ બંધ કરાવવા કવાયત હાથ ધરી છે. ભારે મથામણને અંતે સતત ત્રણ દિવસ તમામ વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય થયો છે. કોરોના વિસ્ફોટને કારણે ફફડાટ વચ્ચે બજાર અને રહેણાંક
 
દોડધામ@વારાહીઃ કોરોના વિસ્ફોટથી 3 દિવસ સજ્જડ બંધ, બજારમાં સન્નાટો

અટલ સમાચાર,પાટણ

વારાહી ગામમાં એક જ સોસાયટીમાં એક સાથે સાત વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આથી  સંક્રમણનો રાફડો ફાટે તે પહેલા સ્થાનિક તંત્રએ આજથી સજ્જડ બંધ કરાવવા કવાયત હાથ ધરી છે. ભારે મથામણને અંતે સતત ત્રણ દિવસ તમામ વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય થયો છે. કોરોના વિસ્ફોટને કારણે ફફડાટ વચ્ચે બજાર અને રહેણાંક વિસ્તારમાં સન્નાટો મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દોડધામ@વારાહીઃ કોરોના વિસ્ફોટથી 3 દિવસ સજ્જડ બંધ, બજારમાં સન્નાટો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હેડ ક્વાર્ટર વારાહી ગામમાં ગઇકાલે સાંજે  એકસાથે સાત વ્યક્તિ કોરોના વાયરસના દર્દી બન્યા છે. ગામમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો સામે આવતા સંક્રમણ અને ચેપગ્રસ્તો વધી જાય તેવી નોબત બની છે. જેના કારણે આરોગ્ય અને પોલીસ વિભાગે કોરોના ગાઇડલાઇન હેઠળ સંક્રમણ તોડવા લોકડાઉન કરાવ્યુ છે. શનિ, રવિ અને સોમવાર સુધી આવશ્યક ચિજવસ્તુ સિવાયની તમામ દુકાન બંધ રાખવા સુચના આપી છે. આ સાથે મોટા રહેણાંક વિસ્તારમાં ભીડ એકઠી ન થાય તે માટે પોલીસે જરૂરી પગલા હાથ ધર્યા છે.

દોડધામ@વારાહીઃ કોરોના વિસ્ફોટથી 3 દિવસ સજ્જડ બંધ, બજારમાં સન્નાટો

સુત્રોએ જણાવ્યુ હતુ કે તાલુકાના સૌથી મોટા ગામ વારાહીની બજારમાં દિવસભર ગ્રાહકોનો મોટો ઘસારો રહે છે. જો કે લોકડાઉન અને અનલોકના દિવસો પસાર કર્યા ના વચ્ચે અચાનક કોરોના દર્દીઓ વધી જતા વાયરસ સામે ડરનો માહોલ ઉભો થયો છે. આવી સ્થિતીમાં ગામલોકો માટે ત્રણ દિવસ ફરીથી લોકડાઉન માફક ત્રણ દિવસ પસાર કરવાની નોબત આવી છે.

જો દર્દી વધશે તો સ્વયંભૂ લોકડાઉન થઇ શકે

વારાહી ગામમાં નાના પ્રજાપતિ વાસમાં બાળક સહિત સાત વ્યક્તિ કોરોના પોઝિટિવ બન્યા હોઇ સંક્રમણ શોધવુ અને તોડવું અત્યંત મહત્વનું છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે આ સાત વ્યક્તિના હાઇ અને લો રીસ્ક કોન્ટેક્ટની સંખ્યા સરેરાશ 100ને પાર થઇ શકે તેવી સંભાવના છે. આ પૈકીના વ્યક્તિઓની આરોગ્ય ચકાસણી દરમિયાન શંકાસ્પદ માલુમ પડશે તો કોરોનાનું સેમ્પલ લેવામાં આવી શકે છે. જેમાં પોઝિટિવ દર્દી આવશે તો વારાહીમાં ત્રણ દિવસનું સજ્જડ બંધ લંબાઇ જાય તેવી શક્યતા છે.