દોડધામ@વડાલી: નર્સિંગ કરતી યુવતિએ ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા, પિતાએ નોંધાવી 6 લાખની ચોરીની FIR 

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી કોરોના કહેર વચ્ચે વડાલી તાલુકાના ગામેથી યુવતિ પોતાના જ ઘરમાંથી ચોરી કરી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. તાલુકાના વાડોઠ ગામે રહેતાં ખેડૂતે ખેતી માટે ઘરની તિજોરીમાંથી પૈસા લેવા જતા પૈસા ના મળતાં ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં પોતાની જ દિકરી પૈસા અને ઘરેણાં લઇને જતી રહી હોવાનું જાણવા
 
દોડધામ@વડાલી: નર્સિંગ કરતી યુવતિએ ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા, પિતાએ નોંધાવી 6 લાખની ચોરીની FIR 

અટલ સમાચાર ડોટ કોમ, વડાલી

કોરોના કહેર વચ્ચે વડાલી તાલુકાના ગામેથી યુવતિ પોતાના જ ઘરમાંથી ચોરી કરી ફરાર થઇ ગયાની ઘટના સામે આવી છે. તાલુકાના વાડોઠ ગામે રહેતાં ખેડૂતે ખેતી માટે ઘરની તિજોરીમાંથી પૈસા લેવા જતા પૈસા ના મળતાં ચોંકી ઉઠ્યા હતા. જે બાદમાં પોતાની જ દિકરી પૈસા અને ઘરેણાં લઇને જતી રહી હોવાનું જાણવા મળ્યુ હતુ. જેથી તપાસ કરતા ખબર પડી હતી કે પોતાની દિકરી તેની બહેનપણીના ઘરે તેના ભાઇ સાથે લગ્ન કરી લીધા હતા. આ તરફ યુવતિના પિતા સહિતના દીકરીને મળવા જતાં ઇસમોએ પૈસા કે દાગીના માંગવા આવશો તો મારી નાખવાની ધમકી આપતા વડાલી પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ છે.

સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમા ખેતીવાડી અને પશુપાલન કરી ગુજરાન ચલાવતો પરીવાર ગત 24 મે ના રોજ ખેતી માટે બિયારણ અને ખાતર લાવવા સારુ તિજોરીમાંથી પૈસા કાઢવા જતા પૈસા ના મળતા દિકરી પર વહેમ જતા દિકરીને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો. તેથી તેની સાથે નર્સિંગ કોલેજમાં સાથે અભ્યાસ કરતી વેડા ગામની સહેલી ચકુબહેન ઘરે જતા ખબર પડી હતી કે, તેમની દિકરી ધ્વનીએ ચકુબેનના ભાઇ રાજકુમાર સાથે લગ્ન કરી લીધા છે. અને ચકુબેનના પરીવારએ કહ્યુ હતુ કે, તમને ધ્વની, દાગીના કે પૈસા નહી મળે. આ સાથે જો ફરીથી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યુવતિ પોતાના ઘરની તીજોરીમાંથી રોકડ રકમ 2,00,000, સોનાનું મંગળસુત્ર બે તોલાનું, સોનાની મગમાળા ચાર તોલાની, સોનાનો દોરો એક તોલાનો, સોનાનું લોકીટ અઢી તોલાનું, સોનાની 2 વીંટી, ચાંદીના છડાં મળી કુલ 6,09,000ની મત્તા ચોરી ગઇ હતી. જે બાદમાં આરોપી ઇસમના ઘરે પણ તપાસ કર્યા અને સામાજીક રીતે યોગ્ય ઉકેલ નહીં આવતા સુરેશભાઇ પટેલે તેની બહેનપણી ચકુબેન મનુભાઇ ચૌધરી, તેની માતા, તેના પિતા મનુભાઇ ચૌધરી, તેના મામા અરવિંદભાઇ ચૌધરી, તેના ભાઇ રાજકુમાર મનુભાઇ ચૌધરી, અને તેમની દીકરી ધ્વનિ સુરેશભાઇ પટેલ સામે ફરીયાદ નોંધાવી છે. ઘટનાને લઇ વડાલી પોલીસે આરોપી ઇસમો અને મહિલા સામે આઇપીસી કલમ 380, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.