દોડધામ@મોડાસા: એકસાથે પાંચ કેસ સામે આવતાં ફફડાટ, સંક્રમણ વધ્યું

અટલ સમાચાર, મોડાસા અરવલ્લી જીલ્લામાં આજે કોરોનાના નવા પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે મોડાસા તાલુકામાં બે મહિલા સહિત ત્રણ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ બેફામ બનતું હોઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. અટલ સમાચાર
 
દોડધામ@મોડાસા: એકસાથે પાંચ કેસ સામે આવતાં ફફડાટ, સંક્રમણ વધ્યું

અટલ સમાચાર, મોડાસા

અરવલ્લી જીલ્લામાં આજે કોરોનાના નવા પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે મોડાસા તાલુકામાં બે મહિલા સહિત ત્રણ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ બેફામ બનતું હોઇ આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આજે કોરોનાના એકસાથે પાંચ કેસ સામે આવ્યા છે. જેમાં મોડાસાની અલ્હાયત સોસાયટીના 58 વર્ષિય મહિલા, દરિયાઈ સોસાયટીની 48 વર્ષિય મહિલા, બેલીમવાડાના 48 વર્ષિય પુરૂષ, તાલુકાના સબલપુરમાં 38 વર્ષિય યુવાન અને મોડાસાની નવાજી ફળીના 28 વર્ષિય યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને લઇ તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

દોડધામ@મોડાસા: એકસાથે પાંચ કેસ સામે આવતાં ફફડાટ, સંક્રમણ વધ્યું

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મોડાસા તાલુકામાં બે મહિલા સહિત ત્રણ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અરવલ્લી જીલ્લામાં કોરોનાના અત્યાર સુધી 168 કેસ નોંધાયા હતા. જેમાંથી 123 લોકો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે જીલ્લામાં કોરોના સામે લડતા 14ના મોત થયા છે. આ તરફ અરવલ્લી જીલ્લામાં હાલ 30 કેસ એક્ટિવ છે.