દાનઃ 60 વર્ષથી ગુફામાં રહેનાર 83 વર્ષના સંતે, રામ મંદિર માટે 1 કરોડ રૂપિયા આપ્યા

અટલ સમાચાર, ડેસ્ક 60 વર્ષોથી ગુફામાં રહીને જીવન પસાર કરનાર સંત શંકર દાસે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લોકો તેમને ફક્કડ બાબાના નામથી જાણે છે. ફક્કડ બાબા ઋષિકેશ સ્ટેટ બેંકની શાખામાં ગુરવારે પહોંચ્યા હતા અને રામ મંદિર નિર્માણ માટે એક કરોડનો ચેક બેંક કર્મચારીઓને આપ્યો હતો. બેંકના કર્મચારીઓને એક સમયે તો વિશ્વાસ થયો ન
 
દાનઃ 60 વર્ષથી ગુફામાં રહેનાર 83 વર્ષના સંતે, રામ મંદિર માટે 1 કરોડ રૂપિયા આપ્યા

અટલ સમાચાર, ડેસ્ક

60 વર્ષોથી ગુફામાં રહીને જીવન પસાર કરનાર સંત શંકર દાસે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લોકો તેમને ફક્કડ બાબાના નામથી જાણે છે. ફક્કડ બાબા ઋષિકેશ સ્ટેટ બેંકની શાખામાં ગુરવારે પહોંચ્યા હતા અને રામ મંદિર નિર્માણ માટે એક કરોડનો ચેક બેંક કર્મચારીઓને આપ્યો હતો. બેંકના કર્મચારીઓને એક સમયે તો વિશ્વાસ થયો ન હતો. કર્મચારીઓએ જ્યારે ખાતાની તપાસ કરી તો 83 વર્ષના સ્વામી શંકર દાસના એકાઉન્ટમાં રકમ હતી. બાબાએ પોતાના જીવનભરની કમાણીના બધા પૈસા અયોધ્યામાં બનનાર રામ મંદિરના નિર્માણ માટે દાન આપી દીધા હતા. ફક્કડે બાબાએ કહ્યું કે તેના જીવનનો લક્ષ્ય આજે પૂરો થઈ ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફક્કડ બાબા, ટાટ વાળા બાબાના શિષ્યના રૂપમાં ગુફાઓમાં જીવન પસાર કરી રહ્યા છે. ટાટ વાળા બાબાને મળનાર લોકો પાસેથી દાનમાં મળનારી રકમને બાબાએ રામ મંદિર માટે દાન કરી દીધી છે. સ્ટેટ બેંકના કર્મચારીઓએ ઋષિકેશમાં આરએસએસના પદાધિકારીઓ ને તરત જાણ કરી હતી. ઋષિકેશ ક્ષેત્રના રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નગર કાર્યવાહ કૃષ્ણ કુમાર સિંઘલે બેંકમાં પહોંચીને બાબા શંકર દાસને મળીને આ ચેક રામ મંદિરના ખાતામાં જમા કરાવ્યો હતો. ફક્કડ બાબા આ દાનને ગુપ્ત રાખવા માંગતા હતા પણ આરએસએસના પદાધિકારીઓ વાત કરી ત્યારે બાબાએ ચેક આપતો એક ફોટો પડાવ્યો હતો