હાલાકી@પાટણ: સાતવાર રજુઆત છતાં પાલિકાએ સોસાયટીને પાણી ન આપ્યું

અટલ સમાચાર.પાટણ પુરતુ પાણી નહી મળતા પાટણ શહેરના સાઁઇબાબા રોડ પર આવેલ પાર્થ એક્સોટિકાના રહીશો આજે પાટણ નગરપાલિકા કચેરી પહોચી રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહી આવે તો કાયદો હાથમાં લઇશું તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચિંમકી ઉચ્ચારી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પાટણ શહેરના સાઈબાબા રોડ
 
હાલાકી@પાટણ: સાતવાર રજુઆત છતાં પાલિકાએ સોસાયટીને પાણી ન આપ્યું

અટલ સમાચાર.પાટણ

પુરતુ પાણી નહી મળતા પાટણ શહેરના સાઁઇબાબા રોડ પર આવેલ પાર્થ એક્સોટિકાના રહીશો આજે પાટણ નગરપાલિકા કચેરી પહોચી રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહી આવે તો કાયદો હાથમાં લઇશું તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચિંમકી ઉચ્ચારી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હાલાકી@પાટણ: સાતવાર રજુઆત છતાં પાલિકાએ સોસાયટીને પાણી ન આપ્યું

પાટણ શહેરના સાઈબાબા રોડ પર આવેલ પાર્થ એક્સોટિકા સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. પુરતા પ્રેસરથી પાણી આવતુ નથી. માત્ર બે ચાર ડોલ ભરાય તેટલું જ પાણી આવે છે. જેને લઇ રહીશો ત્રાહીમામ પોકારી ચુક્યા છે. અહી રહેતા રહીશોએ પુરતુ પાણી ન મળતા રોજ સોસાયટી મા એક વર્ષથી પ્રાઇવેટ બે ટેન્કર લાવવા પડે છે. વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ ના આવતા સોસાયટીના રહીશોએ આજે પાલિકાના પ્રમુખ અને અધિકારીઓને સાતમી વખત અંતિમ રજૂઆત કરી હતી અને એક સપ્તાહમાં નગરપાલિકા નિરાકરણ નહિ લાવે તો પાલિકા કંમ્પાઉન્ડમાં જ સોસાયટીના રહીશો ધરણાં ઉપર બેસી જશે એવી હૈયા વરાળ ઠાલવી હતી. અરજદારોએ ઉકેલ નહી આવે તો કાયદો હાથમાં લેવાની ચિંમકી ઉચ્ચારી હતી.