ગંભીર@બેચરાજી: નર્મદાના પાણી કાપથી ગામ ત્રાહિમામ, શાળાનાં બાળકો મજબૂર

અટલ સમાચાર, બેચરાજી બેચરાજી તાલુકાના બરિયફ ગામે નર્મદાનો પાણી કાપ ગંભીર સાબિત થઈ રહ્યો છે. નર્મદાના પાણીનો સ્ટોક ખલાસ થઈ જતાં ગામલોકો નાછૂટકે સેમ્પલ ફેલ ગયેલું પાણી પીવા મજબૂર બન્યા છે. રોજીંદા વપરાશનું પાણી એક કિલોમીટર દૂરથી લાવવા કુમળી વયના બાળકો દોડી રહ્યા છે.આઝાદીના 70 વર્ષ છતાં અનેક ગામો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. મહેસાણા જિલ્લાના
 
ગંભીર@બેચરાજી: નર્મદાના પાણી કાપથી ગામ ત્રાહિમામ, શાળાનાં બાળકો મજબૂર

અટલ સમાચાર, બેચરાજી

બેચરાજી તાલુકાના બરિયફ ગામે નર્મદાનો પાણી કાપ ગંભીર સાબિત થઈ રહ્યો છે. નર્મદાના પાણીનો સ્ટોક ખલાસ થઈ જતાં ગામલોકો નાછૂટકે સેમ્પલ ફેલ ગયેલું પાણી પીવા મજબૂર બન્યા છે. રોજીંદા વપરાશનું પાણી એક કિલોમીટર દૂરથી લાવવા કુમળી વયના બાળકો દોડી રહ્યા છે.ગંભીર@બેચરાજી: નર્મદાના પાણી કાપથી ગામ ત્રાહિમામ, શાળાનાં બાળકો મજબૂરઆઝાદીના 70 વર્ષ છતાં અનેક ગામો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાનું બરિયફ ગામ એક વર્ષથી પિવાના પાણી સામે ઝઝુમી રહ્યું છે. ગામ બોરના પાણીના સેમ્પલ ફેલ ગયા ત્યારથી ગામલોકો માત્ર વાપરવામાં ઉપયોગ કરી રહ્યા છે.

આ તરફ છેલ્લા એક વર્ષથી નર્મદાનો પાણી કાપ ગામલોકોને અકળાવી રહ્યો છે. પાંચથી દસ દિવસે પીવાનું પાણી મળતું હોવાથી ગામલોકો સ્ટોક કરે છે, પરંતુ આ દરમિયાન ખલાસ થઈ જતાં ફ્લોરાઇડની અધિક માત્રાવાળું પાણી પીવા મજબૂર બને છે. જેનાથી બિમારી થતી હોવા છતાં સ્વિકાર કરવાની નોબત છે.

સૌથી વધુ મહત્વનું છે કે, ઘર વપરાશનું પાણી મેળવવા પણ કલાકો સુધી દોડધામ કરવી પડે છે. જેમાં શાળામાં ભણતા કૂમળી વયનાં બાળકો પણ માથે બેડું ઉપાડી પાણી માટે રીતસર તડકામાં દોડી રહ્યા છે.

કલેક્ટરને પણ રજૂઆત કરી ચૂક્યા: સરપંચ

પીવાના પાણીની સમસ્યા અંગે મોઢેરા સ્થિત પાણી પૂરવઠાની કચેરીએ અનેકવાર રજૂઆતો કરી છે. આ પછી હમણાં મહેસાણા કલેકટર કચેરીએ પણ જાણ કરી છે. ગામને નવીન બોર મળે તો રાહત થાય તેમ સરપંચ ચેતનાબેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.