નશો@વિસનગરઃ દારૂની બદી વધી, ખુલ્લામાં બોટલ મળ્યા બાદ દારૂડીયા બેફામ

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર) વિસનગર શહેરમાં દારૂની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલ્લેઆમ સ્પષ્ટ થયું છે. કેટલાક દિવસો અગાઉ જી.ડી. સર્કલ નજીક જાહેરમાં દારૂની બોટલ સામે આવ્યા બાદ દારૂડીયા પણ ફરતા થયા છે. શહેરના હાર્દસમાન ત્રણ ટાવર સર્કલ પાસે ખુલ્લામાં દારૂડીયો બેફામ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેનાથી દારૂની હેરાફેરી અને નશાનું પ્રમાણ બેરોકટોક હોવાનું મનાઈ
 
નશો@વિસનગરઃ દારૂની બદી વધી, ખુલ્લામાં બોટલ મળ્યા બાદ દારૂડીયા બેફામ

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર)

વિસનગર શહેરમાં દારૂની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલ્લેઆમ સ્પષ્ટ થયું છે. કેટલાક દિવસો અગાઉ જી.ડી. સર્કલ નજીક જાહેરમાં દારૂની બોટલ સામે આવ્યા બાદ દારૂડીયા પણ ફરતા થયા છે. શહેરના હાર્દસમાન ત્રણ ટાવર સર્કલ પાસે ખુલ્લામાં દારૂડીયો બેફામ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેનાથી દારૂની હેરાફેરી અને નશાનું પ્રમાણ બેરોકટોક હોવાનું મનાઈ રહ્યું છે.

મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં નશાનુ પ્રમાણ જાહેરમાં દેખાઈ રહ્યું છે. દારૂની બોટલો બાદ દારૂડીયાઓ પણ જાહેર માર્ગો ઉપર આવી બેફામ બનતા નગરજનો મૂંઝવણમાં મુકાયા છે. પંથકમાં ગમે ત્યાંથી નશો કરી તેની બોટલો અને ખુદ દારૂડીયા જાહેરમાં આવી કાયદો અને વ્યવસ્થાને ચેલેન્જ આપી રહ્યા છે. જેના કારણે નાગરિક સુરક્ષા સહિતના સવાલો સ્વાભાવિક બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિસનગર શહેર આરોગ્ય અને શિક્ષણનું ઉભરતું મથક હોવા સાથે ગૃહ ઉદ્યોગનું કેન્દ્ર મનાય છે. આ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપની સત્તા વચ્ચે દારૂની પ્રવૃત્તિઓ થતી હોવાનું ખુલ્લુ પડતા અનેક સવાલો બન્યા છે. જેથી રાજ્યમાં સત્તાધીન પાર્ટી અને જિલ્લા પોલીસ માટે વિસનગરમાં નશો અટકાવવો યુદ્ધના ધોરણે જરૂરી બન્યો છે.