દૂધસાગર@મહેસાણા: મોતીભાઇ ચૌધરીની આજે 16મી પૂણ્યતિથી, પુષ્પાજંલી અર્પણ કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણાની દૂધસાગર ડેરીના સંવર્ધક શ્રધ્ધેય મોતીભાઇ ચૌધરીની આજે 16મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે આજે ડેરીના યુવા ચેરમેને તેમની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ભાવાજંલી પ્રગટ કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગાઇડલાઇનના પાલન સાથે ડેરીમાં આજે સવારે ચેરમને સહિત કર્મચારીઓએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
દૂધસાગર@મહેસાણા: મોતીભાઇ ચૌધરીની આજે 16મી પૂણ્યતિથી, પુષ્પાજંલી અર્પણ કરાઇ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણાની દૂધસાગર ડેરીના સંવર્ધક શ્રધ્ધેય મોતીભાઇ ચૌધરીની આજે 16મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે આજે ડેરીના યુવા ચેરમેને તેમની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ભાવાજંલી પ્રગટ કરી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગાઇડલાઇનના પાલન સાથે ડેરીમાં આજે સવારે ચેરમને સહિત કર્મચારીઓએ પુષ્પાજંલી અર્પણ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતની મહેસાણાની દૂધસાગર ડેરીના સ્વ.મોતીભાઇ ચૌધરીની પુણ્યતિથિ નિમિત્તે આજે પુષ્પાજંલી અપર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આ દૂધસાગરનો વહીવટ સંભાળ્યા પછી કોઇ સવાર એવી નથી ગઇ કે આંખ ખુલતાની સાથે મને સ્વ. માનસિંહભાઇ અને મોતીભાઇનું પૂણ્યસ્મરણ ના થયું હોય. તેમણે ઉમેર્યુ હતુ કે, મોતીદાદા હંમેશા ઘસાઇને ઊજળા થયા, બીજા માટે જીવ્યા. મોતીદાદાનું જીવન એજ એમનો સંદેશ હતો. મોતીભાઇની કરકસર વિના આ દૂધસાગરની વર્તમાન સમૃદ્ધિ કદાપિ શક્ય નહોતી.

દૂધસાગર@મહેસાણા: મોતીભાઇ ચૌધરીની આજે 16મી પૂણ્યતિથી, પુષ્પાજંલી અર્પણ કરાઇ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શ્રદ્ધેય મોતીદાદાની 16મી પૂણ્યતિથી નિમિત્તે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના વર્તમાન ચેરમેન અશોકભાઇ ચૌધરીએ દિવંગત મહાત્મા પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી હતી. આજે સવારે 10:30 કલાકે દૂધસાગર ડેરીના ચેરમેન સહિત દૂધસાગરના સિલેકટેડ કર્મચારીઓની હાજરીમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્વ.મોતીભાઇ ચૌધરી પ્રત્યે ભાવાંજલિ પ્રગટ કરવામાં આવી. જે બાદમાં ચેરમેન તથા ઉપસ્થિત ભાવકોએ સ્વ.મોતીભાઇ તથા સ્વ.માનસિહભાઇની દૂધસાગર ડેરી‌ના પ્રાંગણમાં સ્થાપિત ‌મૂર્તિઓને સૂતરની આંટી અને ફૂલહાર થકી પોતાની ભક્તિ સભર સંવેદના વ્યક્ત કરી હતી.

દૂધસાગર@મહેસાણા: મોતીભાઇ ચૌધરીની આજે 16મી પૂણ્યતિથી, પુષ્પાજંલી અર્પણ કરાઇ

આ પ્રસંગે ડેરીના યુવા ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, આવનારી સદીઓ સુધી મોતીભાઇ જેવા તપસ્વી પુરૂષોના યોગદાનને પશુપાલકો કદી નહીં ‌ભૂલી શકે. તેમની પરંપરાને ઉણી આંચ ના આવે એ રીતે નવા જમાના તરફ દૂધસાગરને આપણે લઇ જવી હોય તો‌ તેમના સંસ્કાર અને આજના વિજ્ઞાનને સાથે રાખીને જ આપણે સ્વપ્નાં સાકાર કરી શકીશું. આ સાથે તાજેતરમાં કોરોના મહામારીનો ભોગ બનેલાં ડેરીના કર્મચારીઓને યાદ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે પરિવારજનોને મળવાપાત્ર રકમના ચેક વહેલામાં વહેલી તકે એમના ઘરને આંગણે પહોંચાડવાનું ચેરમેને ડેરી તંત્રને સૂચન કર્યું હતું.

દૂધસાગર@મહેસાણા: મોતીભાઇ ચૌધરીની આજે 16મી પૂણ્યતિથી, પુષ્પાજંલી અર્પણ કરાઇ