દગો@મહેસાણા: બનાવટી મકાન માલિક બની 48 લાખની છેતરપિંડી આચરી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકાના હેડુવા ગામે બનાવટી મકાન માલિકે એકસાથે પાંચ રો હાઉસ વેચી માર્યાનું સામે આવ્યું છે. બંટી બબલીએ ડીસાના ઈસમ સાથે ઠગાઇ કરી 48 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. જેની ફરીયાદ મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ મથકે કરતાં તપાસ શરૂ થઈ છે. મહેસાણા શહેરનાં વર્ષાબેન અને વિપુલભાઈ શાહ નામની દંપતિએ ખોટા મકાન
 
દગો@મહેસાણા: બનાવટી મકાન માલિક બની 48 લાખની છેતરપિંડી આચરી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકાના હેડુવા ગામે બનાવટી મકાન માલિકે એકસાથે પાંચ રો હાઉસ વેચી માર્યાનું સામે આવ્યું છે. બંટી બબલીએ ડીસાના ઈસમ સાથે ઠગાઇ કરી 48 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. જેની ફરીયાદ મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ મથકે કરતાં તપાસ શરૂ થઈ છે.

મહેસાણા શહેરનાં વર્ષાબેન અને વિપુલભાઈ શાહ નામની દંપતિએ ખોટા મકાન માલિક બની બનાવટ કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. મહેસાણા તાલુકાના હેડુવા ગામે શિવ રો હાઉસ નામની સ્કિમમાં મકાન નંબર 65,68,69,75,99 સહિત પાંચ મકાન મૂળ ડીસાના પ્રવિણભાઇ શંકરલાલ હાલાણીએ ખરીદ્યા હતા. પાંચેય મકાન કુલ 48 લાખ 50 હજારમાં ખરીદી દસ્તાવેજ પણ કર્યા હતા.

જોકે મકાન માલિક ખુદ બનાવટી હોવાની ખબર પડતાં પિડીતને પગ તળેથી જમીન ખસી ગઈ હતી. છેતરપિંડી આચરી હોવાની જાણ થતાં ફરીયાદીએ વર્ષાબેન શાહ અને વિપુલ શાહ વિરુદ્ધ મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.