દુર્દશા@રાધનપુર: ભૌગોલિક રચનાથી ગામમાં કાળો ભમ્મર કીચ્ચડ, તંત્ર મજબૂર

અટલ સમાચાર,રાધનપુર રાધનપુર તાલુકાના ગામે ભૌગોલિક પરિસ્થિતિને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. જેનાથી માર્ગ વચ્ચે કાળો ભમ્મર કીચ્ચડ સર્જાતો હોઇ સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. માર્ગ પરથી ગ્રામજનો અને શાળાના બાળકો પસાર થતાં હોઇ પગ માટે ગંદકી સ્વિકારવાની નોબત બની છે. સ્વચ્છ ભારતના દાવા વચ્ચે રાહદારીઓને કાળા ભમ્મર કીચ્ચડમાંથી પસાર થવુ પડે છે. આમ
 
દુર્દશા@રાધનપુર: ભૌગોલિક રચનાથી ગામમાં કાળો ભમ્મર કીચ્ચડ, તંત્ર મજબૂર

અટલ સમાચાર,રાધનપુર

રાધનપુર તાલુકાના ગામે ભૌગોલિક પરિસ્થિતિને કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. જેનાથી માર્ગ વચ્ચે કાળો ભમ્મર કીચ્ચડ સર્જાતો હોઇ સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી રહ્યા છે. માર્ગ પરથી ગ્રામજનો અને શાળાના બાળકો પસાર થતાં હોઇ પગ માટે ગંદકી સ્વિકારવાની નોબત બની છે. સ્વચ્છ ભારતના દાવા વચ્ચે રાહદારીઓને કાળા ભમ્મર કીચ્ચડમાંથી પસાર થવુ પડે છે. આમ છતાં જર્જરીત માર્ગ રીપેર થાય તો ઘણેઅંશે ગંદકીથી રાહત મળે તેમ છે.

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના નાતવાડા ગામે માથું ફાડી નાંખે તેવો કાળો ભમ્મર કીચ્ચડ સ્વચ્છતાની આબરૂ લઇ રહ્યો છે. કોલીવાડાથી નાતવાડા આવતો માર્ગ જેવો ગામ નજીક આવે એવો તુરંત કીચ્ચડમાં સામે આવે છે. કીચ્ચડ પરના પટ્ટામાં પ્રાથમિક શાળા આવતી બાળકોને પણ ગંદકીમાંથી પસાર થવુ પડે છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, કીચ્ચડવાળો વિસ્તાર નિચાણમાં હોવાથી આખા ગામનું પાણી ત્યાં ભેગુ થાય છે. આથી ગંદકી વધુ બને છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર મામલે રાધનપુર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, ભૌગોલિક પરિસ્થિતિને કારણે કીચ્ચડ થાય છે. જોકે નવિન માર્ગ તૈયાર કરવા ચુંટણી બાદ કામગીરી શરૂ થશે. આ તરફ નાતવાડા તલાટી ડીમ્પલબેને જણાવ્યુ હતુ કે, ગામનો ચોક નિચાણમાં આવતો હોઇ માર્ગ પર ચોમાસા દરમ્યાન પાણી ભરાય છે. આથી અવાર-નવાર માટી નખાવી પુરાણ કરીએ છીએ. જોકે ચોમાસામાં પાણી ભરાવાથી થોડોક સમય કીચ્ચડ સર્જાય છે.

નાતવાડા ગ્રામ પંચાયતની જવાબદારી સામે સવાલ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કીચ્ચડવાળા માર્ગની આજુબાજુ કચરા ઠાલવતા ઉકરડો બની ગયો છે. ચોમાસામાં કે અન્ય કોઇ કારણોસર કચરા સાથે પાણી મિશ્ર થતાં કાળો ભમ્મર કીચ્ચડ સર્જાય છે. જો નિચાણવાળો વિસ્તાર છે તો ગ્રામ પંચાયત કેમ માર્ગ પર કચરો બંધ કરાવતી નથી ? કીચ્ચડવાળા માર્ગ પર કચરો કે ઉકરડો સદંતર બંધ થઇ જાય તો ગંદકીમાં મોટો ઘટાડો આવે તેમ છે.