ડીવાયએસપી@અરવલ્લીઃ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો મોબાઈલ પર જાણ કરો

અટલ સમાચાર, અરવલ્લી અરવલ્લી જિલ્લામાં બુટલેગરો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો માંગો તે સ્થળે પહોંચાડી રહ્યા છે. આથી પ્રોબેશન ડીવાયએસપી ઈશ્વર પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ચાર્જ સાંભળતાની સાથે કાર્યવાહી કરી છે. રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર કે ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો મોબાઈલ નંબર ઉપર જાણકારી મેળવવા મથામણ કરી છે. જેમાં સોશિયલ મીડિયામાં
 
ડીવાયએસપી@અરવલ્લીઃ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો મોબાઈલ પર જાણ કરો

અટલ સમાચાર, અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં બુટલેગરો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો માંગો તે સ્થળે પહોંચાડી રહ્યા છે. આથી પ્રોબેશન ડીવાયએસપી ઈશ્વર પરમારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ચાર્જ સાંભળતાની સાથે કાર્યવાહી કરી છે. રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર કે ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો મોબાઈલ નંબર ઉપર જાણકારી મેળવવા મથામણ કરી છે. જેમાં સોશિયલ મીડિયામાં પત્રિકા વહેતી કરી જાણ કરનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવાનુ જણાવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીવાયએસપીની પત્રિકા વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં ખુશી છવાઈ તો અનૈતિક પ્રવૃતિઓ કરતાં શખ્શોમાં ફફડાટ બન્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ પત્રિકામાં વિસ્તારની જનતાને અપીલ કરી છે કે, આપના ગામમાં કે સીમમાં દારૂ, જુગાર સહિત કોઇપણ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો મો.નં-૯૭૨૫૭૮૭૨૩૩ પર માહિતી આપવા જણાવ્યું છે. આ સાથે ડીવાયએસપી આઈ.એન.પરમારે શબવાહિની પાસે જ રાત્રિ બેઠક કરી હતી.