ભુકંપ@કચ્છ: છેલ્લાં 24 કલાકમાં 5 વખત ધરા ધ્રુજી, સ્થાનિકોમાં ભયનો માહોલ  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કચ્છની ધરા સતત ભુંકપોથી ધ્રુજતી રહે છે એવામાં છેલ્લા 24 કલાકમાં 5 આચંકા અનુભવાયા હતા. જેમાં દુધઈમાં 2.6 તથા 2.3 અને 1.5 ની તીવ્રતાનો ભુંકપ અનુભવાયો હતો. જ્યારે બેલામાં 2.1 અને રાપરમાં 1.1 તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. એક તરફ કચ્છએ રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી પડે છે. તો બીજી તરફ અવારનવાર
 
ભુકંપ@કચ્છ: છેલ્લાં 24 કલાકમાં 5 વખત ધરા ધ્રુજી, સ્થાનિકોમાં ભયનો માહોલ  

 અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છની ધરા સતત ભુંકપોથી ધ્રુજતી રહે છે એવામાં છેલ્લા 24 કલાકમાં 5 આચંકા અનુભવાયા હતા. જેમાં દુધઈમાં 2.6 તથા 2.3 અને 1.5 ની તીવ્રતાનો ભુંકપ અનુભવાયો હતો. જ્યારે બેલામાં 2.1 અને રાપરમાં 1.1 તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. એક તરફ કચ્છએ રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી પડે છે. તો બીજી તરફ અવારનવાર ભુકંપના આચંકા આવવાથી ભયનો માહોલ સર્જાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અગાઉ 4 દિવસ પહેલા પણ કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભુંકપ આવ્યો હતો. જેનુ કેન્દ્રબીંદુ દુધઈથી 24 કીલોમીટર દુર નોંધાયુ હતુ. છેલ્લા 24 કલાકમાં દુધઈમાં આવેલા આંચકામાં કેન્દ્રબીંદુ 30, 9 તથા 12 કીલોમીટર દુર નોંધાયુ હતુ. ભારતના 52 માં ગણતંત્ર દિવસે કચ્છમાં ભુકંપના કારણે જોરદાર હોનારત સર્જાઈ હતી. જેની 20મી વરસી નજીક આવી છે. એવામાં છેલ્લા 24માં આવેલ આંચકાએ લોકોને જુની હોનારત યાદી કરાવી દીધી હતી.

કચ્છનો વિસ્તાર ભુંકપના અતિ સક્રિય ઝોનમાં આવે છે. જેના કારણે ભુગર્ભમાં વિનાશક આંચકાથી ધરા ધ્રુજી ઉઠતી હોય છે. મેઈન લેન્ડ ફોલ્ટ લાઈન સક્રીય બનતા આવી ઘટનાઓ બનતી હોય છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર નાના આંચકા આવે તે એક રીતે સારી નીશાની છે. નાના આંચકાઓથી મોટા ભુંકપો પાછા ઠેલાય છે. છેલ્લા 15 દિવસમાં 22 જેટલા આંચકાઓ અનુભવાયા છે. જેનાથી કચ્છના લોકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો.