અહેમદ પટેલના ઘરે ઇડીની ટીમ પહોચી, સાંડેસરા બંધુના મનિ લોન્ડરિંગ કેસમાં પુછપરછ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નવી દિલ્હી સ્થિત નિવાસ સ્થાને શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ની ટીમ પહોંચી અને સાંડેસરા બંધુઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરી હતી. ઈડીના ત્રણ સભ્યોની ટીમ અહેમદ પટેલના મધ્ય દિલ્હીના નિવાસ સ્થાન 23, મધર ટેરેસા ક્રિસેન્ટ ખાતે પહોંચ્યા છે અગાઉ ઈડીએ બે વખત અહેમદ પટેલને સમન્સ પાઠવ્યું હતું પરંતુ રાજ્યસભાના સાંસદ
 
અહેમદ પટેલના ઘરે ઇડીની ટીમ પહોચી, સાંડેસરા બંધુના મનિ લોન્ડરિંગ કેસમાં પુછપરછ

ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિકો સાંડેસેરા બંધુઓ ચેતન અને નીતિન તેમજ અન્યો દ્વારા બેન્ક લોનમાં આચરેલા મની લોન્ડરિંગ કૌભાંડના કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. સ્ટર્લિંગ બાયોટેક લિ. (એસબીએલ) / સાંડેસરા ગ્રુપ અને તેમના મુખ્ય પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સંડેસરાએ ભારતીય બેંકોની સાથે લગભગ 14,500 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાંડેસરા ગ્રુપની વિદેશોમાં આવેલા કંપનીઓએ ભારતીય બેંકોની વિદેશી શાખાઓ પાસેથી 9,000 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ઇડીએ 27મી જૂનના રોજ એસબીએલ/સાંડેસરા ગ્રુપની 9,778 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.