ઈડર: ફળ અને શાકભાજી સહકારી સંઘનો ઉદ્ઘઘાટન સમારોહ યોજાયો

અટલ સમાચાર,ઇડર ઈડર ભિલોડા હાઇવે પર આવેલા મોહનપુરા દિવેલા સહકારી સંઘ ખાતે સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ અને ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાના વરદ હસ્તે દીપ પ્રગટાવી નવીન ફળ અને શાકભાજી સહકારી સંઘનુ ઉદ્ઘઘાટન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે સાંસદ દીપસિંહ અને ધારાસભ્ય હિતુ કનોડિયા અને હાજર મહેમાનોનુ ફૂલહાર , મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામા
 
ઈડર: ફળ અને શાકભાજી સહકારી સંઘનો ઉદ્ઘઘાટન સમારોહ યોજાયો

અટલ સમાચાર,ઇડર

ઈડર ભિલોડા હાઇવે પર આવેલા મોહનપુરા દિવેલા સહકારી સંઘ ખાતે સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ અને ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાના વરદ હસ્તે દીપ પ્રગટાવી નવીન ફળ અને શાકભાજી સહકારી સંઘનુ ઉદ્ઘઘાટન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે સાંસદ દીપસિંહ અને ધારાસભ્ય હિતુ કનોડિયા અને હાજર મહેમાનોનુ ફૂલહાર , મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ તથા પ્રાંસગીક ઉદબોધન કરવામા આવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે ફળ અને શાકભાજી સહકારી સંઘનો ઉદ્ઘઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં જગતના તાત ખેડૂતને તેની મહેનત અને પરસેવે પાડી પકવેલા ફળ ફળાદી અને શાકભાજીના યોગ્ય ભાવ મળી રહે એ હેતુથી આ ખરીદ વેચાણ સહકારી સંઘ સ્થાપના કરવામા આવી હોવાનુ જણાવાયુ હતુ. આ સાથે સહકારી સંઘના માધ્યમથી આ વિસ્તારમા મોટાપાયે ફળ અને શાકભાજીનુ વાવેતર થાય અને અહીંના ખેડૂતે ઉત્પાદન કરેલા ફળ અને શાકભાજી સમગ્ર ભારતના બજારમા જઈ ઉંચા ભાવ મેળવી કિસાન આર્થિક સધ્ધર બને એવા ખેડૂતના હિત માટે પ્રયાસ કરવામા આવશે એવી વક્તાઓએ આશા વ્યક્ત કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાર્યકમના અંતમા સભા મંડપ ઊભા કરવામા આવેલા સેલ્ફી પોઇન્ટમા ખેડૂત, સહકારી આગેવાનોએ સાંસદ દીપસિંહ અને ધારાસભ્ય હિતુ કનોડિયા સાથે સેલ્ફી પડાવી હતી. આ પ્રસંગે ઈડર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ, ભાજપા અગ્રણી-પી.સી.પટેલ, લાલપુર ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ – અશોકભાઈ પટેલ તથા ખેડૂતો, સહકારી આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.