ઇડર: જાહેરાતના બોર્ડને ટકરાઈ કાર પલ્ટી, આગમાં  ચાલક ભડથું 

અટલ સમાચાર,ઇડર ઈડરના સુરપુર પાસે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર એડવર્ટાઈઝમેન્ટના બોર્ડને અથડાઈને પલટી મારી ગઈ હતી. જો કે કારમાં સવાર ચાલક અકસ્માતને પગલે બહાર નીકળી શક્યો ન હતો અને કારમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જ કારચાલક બળીને ભડથું થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો. સાબરકાંઠા ના ઈડરથી વલાસણા રોડ પર આવેલા સુરપુર
 
ઇડર: જાહેરાતના બોર્ડને ટકરાઈ કાર પલ્ટી, આગમાં  ચાલક ભડથું 

 અટલ સમાચાર,ઇડર

ઈડરના સુરપુર પાસે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર એડવર્ટાઈઝમેન્ટના બોર્ડને અથડાઈને પલટી મારી ગઈ હતી. જો કે કારમાં સવાર ચાલક અકસ્માતને પગલે બહાર નીકળી શક્યો ન હતો અને કારમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં જ કારચાલક બળીને ભડથું થઈ ગયો હતો અને મોતને ભેટ્યો હતો.

સાબરકાંઠા ના ઈડરથી વલાસણા રોડ પર આવેલા સુરપુર પાટીયા પાસે GJ.09.BG.0633 નંબર કાર એડના પાટીયાને ટકરાઈને પલટીને સળગી હતી. અકસ્માતમાં કાર ચાલક જીતુ પટેલ પણ કારમાં ફસાઈ જતા સળગી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઈડર મામલતદાર, પોલીસ અને નગરપાલિકાની ફાયરની ટીમ અને 108ની ટીમ દોડી ગઈ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમે કારની આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધી કારના ચાલક બળીને ભડથું થઈ ગયા હતા. આગના બનાવને પગલે આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા અને ઘટના સ્થળે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઈડર પોલીસે કાર સળગવા મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.