આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ઇડર

સાબરકાંઠા જીલ્લાના ઇડર નજીક ગંભીરપુરા પાસે ડુંગર પરથી સોમવારે એક માથુ કપાયેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ઇડરના ગંભીરપુરા પાસે આવેલી પર્વતમાળા સોમવારે સવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ એટલો વિચિત્ર હતો કે તેનું માથું કપાયેલું હતું અને તેની સાથે બંદૂક હતી. યુવકના હાથ પાસે એક રાઇફલ મૂકેલી જોવા મળે છે. બ્લૂ કલરના હૂડી અને પેન્ટમાં રહેલો મૃતદેહ કોહવાઈ ગયેલી અવસ્થામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ડુંગરમાં ઉમટ્યા હતા. મૃતદેહને જોતા પ્રથમ દૃષ્ટીએ આ મર્ડરનો કેસ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code