શિક્ષણઃ મુખ્યમંત્રી દ્રારા ગુજરાતને યોગ તથા શારીરિક સશક્ત બનાવવા નવતર પહેલ શરૂ

અટલ સમાચાર, મહેસાણા મુખ્યમંત્રી દ્વારા ૦૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથે અભિગમથી "મોબાઈલ ટુ સ્પોર્ટ્સ"ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારી ના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ
 
શિક્ષણઃ મુખ્યમંત્રી દ્રારા ગુજરાતને યોગ તથા શારીરિક સશક્ત બનાવવા નવતર પહેલ શરૂ

અટલ સમાચાર, મહેસાણા

 મુખ્યમંત્રી દ્વારા ૦૧ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેકનોલોજીના વપરાશ સાથે અભિગમથી "મોબાઈલ ટુ સ્પોર્ટ્સ"ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારી ના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વીડીઓ ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફાતા યુવાધનને હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુ સાથે સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ની "મોબાઈલ ટુ સ્પોર્ટ્સ"નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને મોબાઈલ ટુ સ્પોર્ટ ફેસબુક પેજ, યુ ટ્યુબ ચેનલ, રેડિયો, ક્વીઝ, ચિત્ર સ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/ વીડિયો ક્લિપ રજૂ કરી યુવાનોને રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે. આ હેતુને સુચાર રૂપે પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે "Play at home" કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ૦૮ થી ૧૩ (જન્મ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકેોએ A4 સાઈઝના ડ્રોઈંગ પેપર પર " Play at home " વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા. ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં-૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજમહેલ રોડ, મહેસાણા ખાતે મોકલવાની રહેશે.

રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦/- તથા તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય ૭ (સાત) વિજેતાને (પ્રત્યેકને) રૂ. ૫૦૦૦/- મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી "મોબાઈલ ટુ સ્પોર્ટ્સ" યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ ટ્યુબ ચેનલની લીંક https://www.youtube.com/channel/UCzsiROvtHpN4rK ensUaz-g પરથી મેળવી શકશે.