શિક્ષણ@ગુજરાતઃ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વિચારણા કરી રહી છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી છે. 7 મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે
 
શિક્ષણ@ગુજરાતઃ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની વિચારણા કરી રહી છે. ગુજરાતમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી છે. 7 મહિનાથી સ્કૂલો બંધ છે, ત્યારે પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપવું કે નહિ તે અંગે સરકારની વિચારણા ચાલી રહી છે. પરીક્ષા વગર ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા કે નહિ તે અંગે હાલ સરકાર વિચાર કરી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

માસ પ્રમોશનમાં ફીમા પણ રાહત મળી શકે છે. કોરોના હજી ગયો નથી, આવી પરિસ્થિતિમાં સ્કૂલો ખૂલવાની નથી. તેથી આ નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ. આમાં રાહ જોવાની સ્થિતિ નથી. કોરોનામાં શાળાઓ ખૂલી નથી. 4 મહિના થયા છે, તેમાં 12 મહિના પણ નીકળી શકે છે. કોરોના કેસમા કેવી રીતે સ્કૂલે મોકલવા. અને ઓનલાઈન શિક્ષણ પણ યોગ્ય રીતે મળી રહ્યું નથી. નેટવર્કના ઈશ્યૂ થઈ રહ્યાં છે. છોકરાઓને 15-20 દિવસ સુધી અભ્યાસનો મેઈલ મોકલાયો નથી. તેથી માસ પ્રમોશનનો ઉકેલ યોગ્ય છે.

શાળા સંચાલક દીપક રાજ્યગુરુએ માસ પ્રમોશનના નિર્ણયને ઉતાવળિયો ગણાવતા આ વિશે કહ્યું કે, માસ પ્રમોશનની વાત અત્યારથી કરવી યોગ્ય નથી. આ ઉતાવળભર્યો નિર્ણય ન લેવો જોઈએ. સત્ર શરૂ થઈને ચાર મહિના જ થયા છે. છ મહિનાથી વધુ સમય શાળા બંધ રહે તો જ આવો નિર્ણય લેવાવો જોઈએ.