શિક્ષણ@ગુજરાતઃ સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ પડશે. આ ફી આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે નિર્ણય
 
શિક્ષણ@ગુજરાતઃ સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સરકારે શાળાની ફીમાં 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ પડશે. આ ફી આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે નિર્ણય જાહેર કર્યો છે. નોંધની. છે કે, વાલીઓની 100 ટકા ફી માફીની માંગણી હતી જે બાદ આજે વાલીઓ સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઇ રહ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી શાલા ફી અંગે જાહેરાત કરતા કહ્યું કે, સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવામાં આવશે. આ ઉપરાંત જે પણ વાલીએ આ વર્ષની ફી જે પણ ફી ભરી હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કૉંગ્રેસ 100 ટકા ફી માફીની વાત કરે છે. મારે કૉંગ્રેસના નેતાઓને પૂછવું છે કે, કૉગ્રેસશાસિત કયા રાજ્યમાં સ્કૂલ ફીમાં 100 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા કૉંગ્રેસશાસિત પ્રદેશોમાં 100 ટકા ફી માફીની જાહેરાત કરીને પછી ગુજરાતમાં 100 ટકા ફી માફીની માંગણી કરે.

કૉંગ્રેસનાં નેતા અને પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસે એક સત્રની ફી માફીની માંગ કરી હતી. સરકાર ખાનગી શાળાઓને ફાયદો થાય એ રીતે વર્તી રહી છે. નામદાર કોર્ટે ફટકાર લગાવ્યા બાદ પણ સરકારે દિવસો બગાડ્યા અને સરકારે 25 ટકા ફી જ માફ કરી એ યોગ્ય નથી. ત્રણ વર્ષમાં દક્ષિણ ગુજરાતની શાળાઓમાં 88 ટકા ફી વધારો થયો છે. મધ્યગુજરાતની શાળાઓમાં 3 વર્ષમાં 77 ટકા ફી વધારો થયો. સરકાર 25 ટકાને બદલે સમગ્ર એક સત્રની ફી માફી આપે. શાળા સંચાલકોને હાલ ઓનલાઇન ખર્ચ સિવાય કોઈ ખર્ચ નથી.