શિક્ષણ@ગુજરાતઃ GUJCETનું પરિણામ જાહેર, આ વેબસાઇટ પર જાણો

અટલ સમાચાર, ડેસ્ક આજે ઓનલાઈન ગુજકેટનું પરિણામ જાહેર થઇ ગયુ છે. www.gseb.org વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. હાલ માર્કશીટનું વિતરણ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, ગત 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 1 લાખ 27 હજાર 600 વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી. A ગ્રુપમાં કુલ 50 હજાર 661 વિદ્યાથીઓ પરીક્ષા
 
શિક્ષણ@ગુજરાતઃ GUJCETનું પરિણામ જાહેર, આ વેબસાઇટ પર જાણો

અટલ સમાચાર, ડેસ્ક

આજે ઓનલાઈન ગુજકેટનું પરિણામ જાહેર થઇ ગયુ છે. www.gseb.org વેબસાઈટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. હાલ માર્કશીટનું વિતરણ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, ગત 24 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં કુલ 1 લાખ 27 હજાર 600 વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી. A ગ્રુપમાં કુલ 50 હજાર 661 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. જ્યારે, B ગ્રુપમાં 76 હજાર 575 વિદ્યાથીઓ પરીક્ષા આપી હતી. તો AB ગ્રુપમાં કુલ 382 વિદ્યાથીઓએ પરીક્ષા આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓને માર્કશીટ પોસ્ટ કરી દેવામા આવશે. એન્જીનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષા અગાઉ 3 વાર મોકૂફ રહી હતી, જે આખરે તમામ તકેદારી સાથે યોજાઈ હતી. 24થી 27 ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2,82,961 વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. કોરોનાના કહેર વચ્ચે યોજાનારી આ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા બની રહી હતી. જે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહિ, પરંતુ શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પડકારરૂપ હતી.

ગુજકેટ અને જેઈઈની પરીક્ષાના પરિણામમાં વિલંબના કારણે ACPC એ ડિગ્રી ઈજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની બેઠકો પરની પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. 55 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનમાં સુધારો અથવા રજિસ્ટ્રેશન દરમિયાન જાતિ, નોન ક્રિમિલેયર, આવકનું પ્રમાણપત્ર ન રજૂ કર્યું હોય તેવા ઉમેદવારો જરૂરી પ્રમાણપત્ર સબમિટ કરી કેટેગરીમાં સુધારો કરાવવા સહિતના ફેરબદલ કરી શકશે. જરૂરી તમામ ડોક્યુમેન્ટસ 5મી સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ઈમેલથી મોકલવાના રહેશે.