શિક્ષણ@ગુજરાત: ગુજકેટનું પરિણામ જાહેર થયુ, A ગ્રુપમાં માત્ર 474 વિદ્યાર્થીઓ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક એન્જીનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. સવારે 10 વાગ્યાથી www.gseb.org પર પરિણામ જોઇ શકાશે. આ વરસે 1.17 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં આશરે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ
 
શિક્ષણ@ગુજરાત: ગુજકેટનું પરિણામ જાહેર થયુ, A ગ્રુપમાં માત્ર 474 વિદ્યાર્થીઓ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

એન્જીનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. સવારે 10 વાગ્યાથી www.gseb.org પર પરિણામ જોઇ શકાશે. આ વરસે 1.17 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં આશરે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શક્યા ન હતા. અહીં નોંધનીય છેકે રાજ્યના 33 જિલ્લામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સીધુ મોનિટરિંગ હેઠળ ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી. જોકે, આખરે આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અહીં નોંધનીય છે કે, આ વર્ષે 117932 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તો આ વરસે 117932 માંથી 113202 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આખરે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ A ગ્રુપમાં 474 અને B ગ્રુપમાં 678 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ રેન્ક મેળવ્યો છે. જયારે A ગ્રુપમાં 940 અને B ગ્રુપમાં 1347 વિદ્યાર્થીઓએ 98 પરસેન્ટઇલથી વધુ રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત, 4554 વિદ્યાર્થીઓએ 96 પરસેન્ટઇલથી વધુ રેન્ક મેળવ્યો છે. આ સાથે જ 9127 વિદ્યાર્થીઓએ 92 પરસેન્ટઇલથી વધુ રેન્ક મેળવ્યો છે. જયારે 11387 વિદ્યાર્થીઓએ 90 પરસેન્ટઇલથી વધુ રેન્ક મેળવ્યો છે.