શિક્ષણ@ગુજરાત: ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, માત્ર 4649 વિદ્યાર્થીઓ પાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધુ છે. ગત જુલાઈ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. ધોરણ 12 સાયન્સના 32 હજારથી વધુ રિપીટર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. અટલ
 
શિક્ષણ@ગુજરાત: ધોરણ-12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, માત્ર 4649 વિદ્યાર્થીઓ પાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દીધુ છે. ગત જુલાઈ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર પોતાનું પરિણામ જોઈ શકશે. ધોરણ 12 સાયન્સના 32 હજારથી વધુ રિપીટર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામ પ્રમાણે માત્ર 15.32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. સમગ્ર રાજ્યમાં 30343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં માત્ર 4649 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગ્રુપ-એમાં વિદ્યાર્થીઓનું પરિણામ 14.53 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 20.84 ટકા આવ્યું છે. તો ગ્રુપ-બીમાં વિદ્યાર્થીઓનું પરિણામ 12.05 ટકા અને વિદ્યાર્થિનીઓનું પરિણામ 17.89 ટકા આવ્યું છે. જ્યારે એ-બી ગ્રુપનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર આજે 16 ઓગસ્ટે જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ સીટ નંબર એન્ટર કરીને મેળવી શકશે. પરિણામ બાદ સ્કૂલોને માર્કશીટ મોકલવામાં આવશે. જે અંગેની જાણ આગામી સમયમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સાયન્સની કુલ 32 હજાર 703 રીપિટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મહત્વનું છે કે, આ પહેલા ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરીક્ષા સ્થગિત થવાને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.