શિક્ષણ@પાટણઃ યુનિવર્સિટીમાં કથિત માર્કશીટ કૌભાંડની આશંકા સામે રજૂઆતથી હડકંપ

અટલ સમાચાર, પાટણ પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચોક્કસ વિદ્યાર્થીઓની માર્કશીટ સેટીંગ કરીને તૈયાર થતી હોવાની રજૂઆત થઈ છે. સ્થાનિક અરજદારે ચોક્કસ રોલ નંબરની માર્કશીટ અને ઉત્તરવહીનું ક્રોસ ચેકીંગ કરી કથિત કૌંભાંડ બહાર લાવવા યુનિવર્સિટીમાં અરજી કરી હતી. માહિતી સંદર્ભની રજૂઆતમાં અરજદારને યુનિવર્સિટીના સત્તાધીશોએ યોગ્ય પ્રત્યુત્તર નહી પાઠવતા અરજદારે રાજ્યપાલને રજૂઆત કરી છે. પાટણના અરજદારે
 
શિક્ષણ@પાટણઃ યુનિવર્સિટીમાં કથિત માર્કશીટ કૌભાંડની આશંકા સામે રજૂઆતથી હડકંપ

અટલ સમાચાર, પાટણ

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચોક્કસ વિદ્યાર્થીઓની માર્કશીટ સેટીંગ કરીને તૈયાર થતી હોવાની રજૂઆત થઈ છે. સ્થાનિક અરજદારે ચોક્કસ રોલ નંબરની માર્કશીટ અને ઉત્તરવહીનું ક્રોસ ચેકીંગ કરી કથિત કૌંભાંડ બહાર લાવવા યુનિવર્સિટીમાં અરજી કરી હતી. માહિતી સંદર્ભની રજૂઆતમાં અરજદારને યુનિવર્સિટીના સત્તાધીશોએ યોગ્ય પ્રત્યુત્તર નહી પાઠવતા અરજદારે રાજ્યપાલને રજૂઆત કરી છે.

શિક્ષણ@પાટણઃ યુનિવર્સિટીમાં કથિત માર્કશીટ કૌભાંડની આશંકા સામે રજૂઆતથી હડકંપ

પાટણના અરજદારે યુનિવર્સિટીમાં માર્કશીટ કૌભાંડની આશંકાને પગલે વિગતો મેળવવા મથામણ કરી છે. જેની અરજી બાદ યુનિવર્સિટીના સત્તાધીશો કાર્યવાહી કરવા કે માહિતી આપવા અત્યંત વિલંબ કરતા મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થઈ છે. આથી અરજદારે જો યુનિવર્સિટી દ્વારા માર્કશીટ કૌભાંડ નથી થયું તો અરજીમાં ઉલ્લેખ કરેલ ચોક્કસ વિદ્યાર્થિનીની માર્કશીટ અને ઉત્તરવહીનું ક્રોસ ચેકીંગ કેમ કરાતું નથી? જેનાથી યુનિવર્સિટીની પરિક્ષા શાખા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અરજદારે ચોક્કસ માર્કશીટના કથિત કૌભાંડની વિગતો મેળવવા અગાઉ આરટીઆઈ કરી હતી. જેની માહિતી યુનિવર્સિટીએ નહી આપતા કુલપતિ સમક્ષ અપીલ અરજી કરી હતી. જોકે, છેલ્લી ઘડીએ કોઈ કારણોસર અપીલ અરજીના સમયે કુલપતિ ગેરહાજર રહેતા અરજદાર મુંઝાયા હતા. આથી ઝડપથી માર્કશીટનું કથિત કૌભાંડ બહાર લાવવા પાટણ કલેક્ટરથી માંડી મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજૂઆત કરી છે. જેમાં ચોક્કસ વિદ્યાર્થિનીની માર્કશીટ અને ઉત્તરવહીનું ક્રોસ ચેકીંગ કરી જો કૌભાંડ જણાય તો કાર્યવાહી કરવા માંગ કરી છે.