શિક્ષણ@સિધ્ધપુર: નર્સિંગ કોલેજમાં જમવાનો ભાવ વધારો, વિદ્યાર્થીઓ લાલઘૂમ

અટલ સમાચાર, પાટણ સિધ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં અચાનક આજે બપોરે જમવાને લઇ બુમરાડ ઉભી થઇ હતી. વિદ્યાર્થીઓની જમવાની ફી બાબતે વધારો કરતા હોબાળો મચી ગયો હતો. નારાજ વિદ્યાર્થીઓ ફી વધારો પાછો ખેંચાવવા આચાર્યને રજૂઆત કરી આક્ષેપ કરતા મામલો વધુ ગરમાયો છે. હોસ્ટેલમાં જમવાનો ઠેકો ટેન્ડર વગર બારોબાર આપી દીધો હોવાનો આક્ષેપ થયો છે. જેનાથી નર્સિંગ
 
શિક્ષણ@સિધ્ધપુર: નર્સિંગ કોલેજમાં જમવાનો ભાવ વધારો, વિદ્યાર્થીઓ લાલઘૂમ

અટલ સમાચાર, પાટણ

સિધ્ધપુરની સરકારી નર્સિંગ કોલેજમાં અચાનક આજે બપોરે જમવાને લઇ બુમરાડ ઉભી થઇ હતી. વિદ્યાર્થીઓની જમવાની ફી બાબતે વધારો કરતા હોબાળો મચી ગયો હતો. નારાજ વિદ્યાર્થીઓ ફી વધારો પાછો ખેંચાવવા આચાર્યને રજૂઆત કરી આક્ષેપ કરતા મામલો વધુ ગરમાયો છે. હોસ્ટેલમાં જમવાનો ઠેકો ટેન્ડર વગર બારોબાર આપી દીધો હોવાનો આક્ષેપ થયો છે. જેનાથી નર્સિંગ કોલેજમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

પાટણ જીલ્લાની સિધ્ધપુરમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં જમવા બાબતે ફી વધારો કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીને 100 રૂપિયાનો વધારો કરવામાં આવતા અને ઠેકેદાર બદલવામાં થયેલી પ્રક્રીયા સામે વિદ્યાર્થીઓ નારાજ બન્યા છે. આ સાથે આચાર્ય ઉપર આક્ષેપો લગાવવામાં આવતા હડકંપ મચી ગયો છે. સમગ્ર મામલે આચાર્યના વલણથી વિદ્યાર્થીઓ લાલઘૂમ બનતા જમવાનો અને શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, જમવાનો મુદ્દો શિક્ષણ સાથે પેસી જતા નર્સિંગનું ભણતર અધ્ધરતાલ થયુ હોવાની સ્થિતિ બની છે.

શિક્ષણ@સિધ્ધપુર: નર્સિંગ કોલેજમાં જમવાનો ભાવ વધારો, વિદ્યાર્થીઓ લાલઘૂમ