શિક્ષણઃ કેન્દ્ર સરકાર સ્કૂલને સપ્ટેમ્બરમાં ખોલવાની યોજના બનાવી રહી છે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ મહામારીને લગભગ 6 મહિના થઈ ચુક્યા છે, પરંતુ હજુ સુધી સ્કૂલો ખોલવાને લઈ કઈ સ્પષ્ટ નથી થઈ શક્યું. કેન્દ્ર સરકાર સ્કૂલને સપ્ટેમ્બરમાં ખોલવાની યોજના બનાવી રહી છે. સરકાર સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે તબક્કાવાર સ્કૂલ ખોલવાનો વિચાર કરી રહી છે. આમાં પ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવામાં આવશે,
 
શિક્ષણઃ કેન્દ્ર સરકાર સ્કૂલને સપ્ટેમ્બરમાં ખોલવાની યોજના બનાવી રહી છે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ મહામારીને લગભગ 6 મહિના થઈ ચુક્યા છે, પરંતુ હજુ સુધી સ્કૂલો ખોલવાને લઈ કઈ સ્પષ્ટ નથી થઈ શક્યું. કેન્દ્ર સરકાર સ્કૂલને સપ્ટેમ્બરમાં ખોલવાની યોજના બનાવી રહી છે. સરકાર સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે તબક્કાવાર સ્કૂલ ખોલવાનો વિચાર કરી રહી છે. આમાં પ્રથમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો શરૂ કરવામાં આવશે, ત્યારબાદ 6થી 9 ધોરણ માટે સ્કૂલો ખોલવાની યોજના છે. યોજના અનુસાર, પહેલા તબક્કામાં ધોરણ 10 અને 12મના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવવાનું કહેવામાં આવશે. જો સ્કૂલમાં ચાર સેક્શન હશે તો, એક દિવસમાં માત્ર બે સેક્શનમાં અભ્યાસ શરૂ કરાશે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું સારી રીતે ધ્યાન રાખી શકાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સિવાય સ્કૂલના ટાઈમિંગને અડધો કરી દેવામાં આવશે. સ્કૂલ ટાઈમિંગને 5-6 કલાકથી ઘટાડી 2-3 કલાક કરવા પર વિચાર ચાલી રહ્યો છે. અબ્યાસ શિફ્ટમાં કરાવવામાં આવશે, સાથે સ્કૂલને સેનેટાઈઝ કરવા માટે પણ વચમાં એક કલાકનો સમય આપવામાં આવશે. આ સિવાય સ્કૂલોને 33 ટકા સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે રન કરવામાં આવશે. ચર્ચામાં એ પણ સામે આવ્યું કે, સરકાર પ્રાઈમરી અને પ્રી-પ્રાઈમરી સ્તરના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનું ઉચીત નથી માની રહી. એવી સ્થિતિમાં ઓનલાઈન અભ્યાસ જ ઠીક રહેશે. માનવામાં આવી રહ્યું છે કે, આ મામલે ગાઈડલાઈન આ મહિનાના અંત સુધીમાં નોટિફાઈ કરવામાં આવી શકે છે. જોકે, આ મામલે અંતિમ નિર્ણય રાજ્યો પર છોડવામાં આવી શકે છે.

રાજ્યોના શિક્ષણ સચિવોને આ સંબંધમાં ગત અઠવાડીએ એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં પેરેન્ટ્સ પાસે સ્કૂલો ખોલવા માટે ફીડબેક લેવાનું કહેવામાં આવ્યું છે, અને એ પણ જાણવાનું કહેવામાં આવ્યું છે, પેરેન્ટ્સ ક્યારથી સ્કૂલો ખુલે તેવું ઈચ્છે છે. આ મામલામાં કેટલાક રાજ્યોએ પોતાનું એસેસમેન્ટ મોકલી દીધુ છે. આ અનુસાર, હરિયાણા, કેરળ, બિહાર, આસામ અને લદ્દાખે ઓગસ્ટમાં તો રાજસ્થાન, કર્ણાટક અને આંધ્રપ્રદેશે સપ્ટેમ્બરમાં સ્કૂલો ખોલવાની વાત કરી છે.