વાવાઝોડાની અસરઃ ભાવનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાય વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. જેની અસર સૌરાષ્ટ્ર પર થવા લાગી છે. ભાવનગરમાં આજે સવારથી કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ બાર્ટન લાઈબ્રેરી નજીક ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં લોકોમાં નાસભાગ
 
વાવાઝોડાની અસરઃ ભાવનગરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક

અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાય વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. જેની અસર સૌરાષ્ટ્ર પર થવા લાગી છે.
ભાવનગરમાં આજે સવારથી કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ બાર્ટન લાઈબ્રેરી નજીક ટ્રાન્સફોર્મરમાં ધડાકા થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વરસાદ પડતાની સાથે જ PGVCLની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ભારે વરસાદના પગલે શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. મહત્વનું છે કે વાવાઝોડાની અસરને લઈને વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બીજી તરફ ખેડૂતોના ઉનાળા પાકને નુકસાન પહોંચતા ચિંતામાં મુકાયા છે.

ભારે પવનના કારણે ઘોઘા સર્કલ વિસ્તારમાં માર્ગ પર એક મારૂતિ વાન અને રીક્ષા પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેથી આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. રીક્ષા અને વાનમાં બેઠેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.