અસરકારકઃ કોરોનાથી બચવા સૌથી સસ્તી WHOએ આ દવાને ગણાવી સુરક્ષિત

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો ગત 6 મહિનાથી દર્દીઓને બચવા માટે ક્યારેક હાઇડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજીની દવાને સાચી માની ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં થયેલી એક શોધમાં જાણવાં મળ્યું છે કે આ બધાથી અલગ એક સ્ટેરોઈડની દવા છે જે કોરોના વાયરસ સંક્રમણના ગંભીર
 
અસરકારકઃ કોરોનાથી બચવા સૌથી સસ્તી WHOએ આ દવાને ગણાવી સુરક્ષિત

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસથી બચવા માટે અત્યાર સુધી ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકો ગત 6 મહિનાથી દર્દીઓને બચવા માટે ક્યારેક હાઇડ્રોક્સીક્લોરોક્વીન તો ક્યારેક બીસીજીની દવાને સાચી માની ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં થયેલી એક શોધમાં જાણવાં મળ્યું છે કે આ બધાથી અલગ એક સ્ટેરોઈડની દવા છે જે કોરોના વાયરસ સંક્રમણના ગંભીર દર્દીઓ માટે જીવનદાન સાબિત થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તાજેતરમાં ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ પોતાની એક શોધમાં જાણ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓના ઈલાજમાં Dexamethasone ખૂબ જ કારગર અને સસ્તી દવા છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે સોજાને ઓછો કરવા માટે ઉપયોગમાં લેનાર સ્ટેરોઈડ Dexamethasone કોરોના વાયરસ સંક્રમણમાં જબરદસ્ત કામમાં આવી રહી છે. જે દર્દીઓની હાલત ગંભીર છે તેમનો જીવ બચાવામાં આ સફળ સાબિત થઈ છે. રિસર્ચના ડેટામાં જાણવાં મળ્યું છે કે તેના ઉપયોગથી વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓનો મૂત્યુંદરમાં 33.33% અને ઓછા ગંભીર લક્ષણોવાળા દર્દીઓમાં 20% સુધી ઓછા થઇ ગયા હતા.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોના વાયસરના ઈલાજમાં રહેલી દવાઓની સુરક્ષા પર પોતાની નજર રાખેલ છે. વૈજ્ઞાનિકોએ Dexamethason થી કોરોનાના ઈલાજ દરમ્યાન અત્યારે વધારે સાઈડ ઈફેક્ટ જોવા મળ્યાં નથી. આ આધારે WHO એ પણ Dexamethason ના ઈલાજને અત્યારે સુરક્ષિત કરાર કરી છે. પહેલા રેમડેસિવિર દવાને કોરાનાના ઈલાજ માટે સારી માનવામાં આવતી હતી, પરંતુ ત્યાર પછી થયેલી શોધમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ફક્ત હળવા લક્ષણોવાળા દર્દીઓના ઈલાજ માટે જ કારગર છે. સાથે જ તેનો દરેક દર્દી પર એક જેવો જ ફાયદો પણ થતો નથી. પરંતુ ડેક્સામેથાસોન ના ગંભીર લક્ષણવાળા દર્દીઓ પર પણ સકારાત્મક અસર જોવા મળ્યું છે.