એલાન@દેશ: જો તિરંગો લહેરાવવા જગ્યા નહીં આપે તો 15 ઓગસ્ટે કરીશું આ કામ: રાકેશ ટીકૈત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ખેડૂત આંદોલનને આઠ મહિના પૂરા થઈ ગયા છે પણ હજી સુધી આ મુદ્દાને લઈ કોઈ પણ જાતનો ઉકેલ આવ્યું નથી. આ બધા વચ્ચે ખેડૂતોના નેતા ઘણું એલાન કરી રહ્યા છે. હવે આ આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટીકૈત દ્વારા એક બીજું એલાન કરવામાં આવ્યું છે. તેમણે જોર દઈને કહ્યું છે કે
 
એલાન@દેશ: જો તિરંગો લહેરાવવા જગ્યા નહીં આપે તો 15 ઓગસ્ટે કરીશું આ કામ: રાકેશ ટીકૈત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ખેડૂત આંદોલનને આઠ મહિના પૂરા થઈ ગયા છે પણ હજી સુધી આ મુદ્દાને લઈ કોઈ પણ જાતનો ઉકેલ આવ્યું નથી. આ બધા વચ્ચે ખેડૂતોના નેતા ઘણું એલાન કરી રહ્યા છે. હવે આ આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટીકૈત દ્વારા એક બીજું એલાન કરવામાં આવ્યું છે. તેમણે જોર દઈને કહ્યું છે કે ખેડૂતો 15 ઓગસ્ટે દિલ્હીમાં ઝંડો લહેરાવશે. એક મીડિયા ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ભલે ગમે તે થઈ જાય અમે આ સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં ઝંડો લહેરાવીશું. આ માટે તેઓ હવાઈ માર્ગે પણ જવા તૈયાર છે. તેમણે આ આહ્વાન કરતાં એ પણ કહ્યું કે શું દિલ્હીમાં કે પછી તેની આસપાસ ગામડામાં 15 ફૂટ જમીન નથી જ્યાં અમને ઝંડો ફરકાવવા મળે? અમને ક્યાંય પણ 15 ફૂટ જમીન આપો, ભલે પછી એ જગ્યા અક્ષરધામમાં જ કેમ ના હોય ? ક્યાંય પણ આપી દો, અમે શાંતિપૂર્ણ રીતે ત્યાં જઈશું અને પાછા આવી જઈશું.

એલાન@દેશ: જો તિરંગો લહેરાવવા જગ્યા નહીં આપે તો 15 ઓગસ્ટે કરીશું આ કામ: રાકેશ ટીકૈત
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

રાકેશ ટીકૈતે કહ્યું કે, જ્યારે સ્કૂલમાં ઝંડો ફરકાવી શકાય છે, ઓફિસોમાં ઝંડો લહેરાવી શકાય છે તો પછી ખેડૂતો પાસે પણ આ હક હોવો જોઈએ. તેમણે એકદમ સ્પષ્ટ રીતે કહ્યું કે તે ઝંડો માત્રને માત્ર દિલ્હીમાં ફરકાવવા માંગે છે. 26 જાન્યુઆરીએ જે ઘટના થઈ, તે અમે નથી કરવા માંગતા, અમે માત્રને માત્ર ઝંડો ફરકાવવા માંગીએ છીએ. આગળ તેમણે કહ્યું કે જો અમને અનુમતિ નહીં મળે તો અમે લોકો ડ્રોનનો પણ ઉપયોગ કરીશું. સાથે જ ડ્રોન દ્વારા આ ઝંડો આખા દિલ્હીમાં પહોંચશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સાથે ટિકેતે ઉમેર્યુ હતુ કે, 5 સપ્ટેમ્બરે મુઝફ્ફરનગરમાં મોટી પંચાયત કરીને આંદોલનની શરૂઆત કરીશું. સંયુક્ત મોરચાએ 8 મહિના આંદોલન કર્યા બાદ નિર્ણય લીધો છે કે યુપીની સાથે આખા દેશમાં આ આંદોલન વિસ્તારવામાં આવશે. ટિકેતે કહ્યું કે જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચી નહીં લેવામાં આવે ત્યાં સુધી ખેડૂત આંદોલન પાછું નહીં ખેંચાય. લખનઉને પણ દિલ્હી બનાવી દઈશું. લખનઉની ચારેબાજુના દિલ્હી જેવા હાલ થશે.