ચુંટણી@બનાસ: ડેરીની તમામ બેઠકોમાં હરીફાઈનું પૂર્ણવિરામ, ચેરમેનનો દબદબો સ્પષ્ટ

અટલ સમાચાર, પાલનપુર બનાસ ડેરીની રસાકસીભરી ચૂંટણી ગતિવિધિઓમાં આજે પૂર્ણવિરામ આવી ગયું છે. એક પછી એક તમામ બેઠકોમાં હરિફો ન રહેતાં બિનહરીફ જાહેર કરવાની સ્થિતિ આવી છે. ડેરીમાં ચેરમેન પછી દિગ્ગજ ગણાતાં માવજી દેસાઈએ સામાજિક કારણ આગળ ધરી દાવેદારી પાછી ખેંચી છે. જેનાથી ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યાનું સ્પષ્ટ થયું છે. ડેરીમાં સત્તા જાળવી
 
ચુંટણી@બનાસ: ડેરીની તમામ બેઠકોમાં હરીફાઈનું પૂર્ણવિરામ, ચેરમેનનો દબદબો સ્પષ્ટ

અટલ સમાચાર, પાલનપુર

બનાસ ડેરીની રસાકસીભરી ચૂંટણી ગતિવિધિઓમાં આજે પૂર્ણવિરામ આવી ગયું છે. એક પછી એક તમામ બેઠકોમાં હરિફો ન રહેતાં બિનહરીફ જાહેર કરવાની સ્થિતિ આવી છે. ડેરીમાં ચેરમેન પછી દિગ્ગજ ગણાતાં માવજી દેસાઈએ સામાજિક કારણ આગળ ધરી દાવેદારી પાછી ખેંચી છે. જેનાથી ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યાનું સ્પષ્ટ થયું છે. ડેરીમાં સત્તા જાળવી રાખવા ચેરમેનનુ પ્રદેશ ભાજપમાં કદ વધુ મજબૂત થવાની ગતિ તરફ આવ્યું છે. સત્તાવાર રીતે 16 બેઠકો બિનહરીફ જાહેર થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પણ સર્વાનુમતે પસંદ થવાની શક્યતા છે.

ટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના પાલનપુર સ્થિત એશિયાની બનાસ ડેરીમાં સત્તા અને વર્ચસ્વની લડાઈમાં આજે મોટી ઘટના સામે આવી છે. સૌથી વધુ વર્ષ ચેરમેન રહેલાં પરથી ભટોળે ગઈકાલે દાવેદારી છોડી દીધા બાદ આજે ડેરીમાં દિગ્ગજ ગણાતાં માવજી દેસાઇએ પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. જેમાં સામાજિક એકતા સહિતના કારણો આપી માવજી દેસાઇએ ડેરીની સત્તામાંથી પોતાને દૂર કર્યા છે. આનાથી ચેરમેન શંકર ચૌધરીની પેનલમાં 11 બાદ બાકીની બેઠકો પણ બિનહરીફ થવાની દોડધામ વધી હતી. છેલ્લા 48 કલાકમાં ભારેખમ કવાયત અને મોડી રાત સુધી ચર્ચાઓના દોર વચ્ચે આજે તમામ 16 બેઠકોની હરિફાઈમાં પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. 16 બેઠકોમાં એક એક જ ઉમેદવાર રહેતાં સત્તાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું હોઇ ચેરમેનનો દબદબો યથાવત બન્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીની ચુંટણીમાં શંકર ચૌધરીએ દબદબો જાળવી રાખતા ભાજપમાં પણ તેની અસર થઈ શકે છે. પાર્ટી માટે બનાસકાંઠા ની લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓમાં શંકર ચૌધરીનું કદ સાંસદ પરબત પટેલ જેટલું હોવાનું ડેરીનાં ઘટનાક્રમથી સામે આવ્યું છે. આગામી દિવસોએ ચૂંટણી અધિકારી સત્તાવાર ડિરેક્ટરોની યાદી જાહેરાત કરી ચેરમેન અને વાઈસ ચેરમેન પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરાવશે.

બનાસ ડેરીનાં બેઠક મુજબ ઉમેદવાર

1. રાધનપુર :- શંકરભાઈ ચૌધરી
2. સાંતલપુર :- રાધાભાઈ આહિર
3. કાંકરેજ :- અણદાભાઈ પટેલ
4 :- વડગામ :- દિનેશભાઈ ભટોળ
5. દાંતીવાડા :- પરથીભાઈ ચૌધરી
6. ધાનેરા :- જોઈતાભાઈ પટેલ
7. દિયોદર :- ઈશ્વરભાઈ પટેલ
8. ભાભર :- શામતાભાઈ પટેલ
9. વાવ :- રાયમલભાઈ ચૌધરી
10. થરાદ :- પરબતભાઈ પટેલ
11. દાંતા :- દિલીપસિંહ બારડ
12. અમીરગઢ :- ભાવાભાઈ રબારી
13. પાલનપુર :-ભરતભાઈ પટેલ
14. લાખણી :- ધુડાભાઈ પટેલ
15. સુઇગામ :- મુળજીભાઈ પટેલ
16. ડીસા :- રામજીભાઈ ગુંજોર