ચૂંટણી@બનાસકાંઠા: બીજી ટર્મમાં પણ મહિલા કેપ્ટન, કાલે માત્ર ઉપપ્રમુખનો જંગ

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જીલ્લા પંચાયતના સત્તાધિશોની પસંદગીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ પ્રમુખ તરીકે રહેલા પીનાબેનનો કાર્યકાળ પુરો થતાં ફરી એકવાર આગામી અઢી વર્ષ મહિલા રાજ આવશે. વિકાસ કમિશ્નરે બનાસકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો એજન્ડા કાઢ્યો છે. જેમાં પ્રમુખ તરીકે આદિવાસી મહિલા અનામત હોઇ એકમાત્ર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ
 
ચૂંટણી@બનાસકાંઠા: બીજી ટર્મમાં પણ મહિલા કેપ્ટન, કાલે માત્ર ઉપપ્રમુખનો જંગ

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જીલ્લા પંચાયતના સત્તાધિશોની પસંદગીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ પ્રમુખ તરીકે રહેલા પીનાબેનનો કાર્યકાળ પુરો થતાં ફરી એકવાર આગામી અઢી વર્ષ મહિલા રાજ આવશે. વિકાસ કમિશ્નરે બનાસકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો એજન્ડા કાઢ્યો છે. જેમાં પ્રમુખ તરીકે આદિવાસી મહિલા અનામત હોઇ એકમાત્ર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુ છે. આવી સ્થિતિમાં આવતીકાલે મહિલા ઉમેદવાર બિનહરીફ થઇ શકે તો ઉપપ્રમુખની ચૂંટણીનો જંગ પણ જામશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ચૂંટણી@બનાસકાંઠા: બીજી ટર્મમાં પણ મહિલા કેપ્ટન, કાલે માત્ર ઉપપ્રમુખનો જંગ

બનાસકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરવા કલેક્ટરને જવાબદારી મળી છે. જેમાં પ્રમુખ તરીકે ફરી એકવાર મહિલા અનામત જાહેર થતાં કોંગ્રેસના પુરૂષ ઉમેદવારોની આશા દબાઇ ગઇ છે. એજન્ડા મુજબ આજે ફોર્મ ભરવાનો સમય હોઇ કોંગ્રેસના વાલકીબેન પારઘીએ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે. જ્યારે ભાજપ પાસે આદિવાસી મહિલા ઉમેદવાર ન હોવાથી ફોર્મ ભરાયુ નથી. જેના કારણે આવતીકાલે પ્રમુખ તરીકે કોંગ્રેસના વાલકીબેન બિનહરીફ જાહેર થઇ શકે છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ દાવેદારી નોંધાવતાં આવતીકાલે બપોરે ચૂંટણીજંગ સામે આવશે.

ચૂંટણી@બનાસકાંઠા: બીજી ટર્મમાં પણ મહિલા કેપ્ટન, કાલે માત્ર ઉપપ્રમુખનો જંગ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જીલ્લા પંચાયતના કેપ્ટન તરીકે ફરી એકવાર મહિલારાજ આવ્યુ છે. આદીવાસી મહિલાને પ્રમુખ બનાવવાનું વિકાસ કમિશ્નરની કચેરીએ જાહેર કરતાં બીજી ટર્મ પણ મહિલાને ફાળે આવી છે. આ તરફ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસે ભૂપતજીની પસંદગી કરતાં દાવેદારી નોંધાવી છે. જ્યારે ભાજપ તરફથી પણ દાવેદારી નોંધાવતાં આવતીકાલે બપોરે 1 વાગે કનુભાઇ મહેતા હોલ, પાલનપુર ખાતે ચૂંટણી યોજવામાં આવશે.

ચૂંટણી@બનાસકાંઠા: બીજી ટર્મમાં પણ મહિલા કેપ્ટન, કાલે માત્ર ઉપપ્રમુખનો જંગ