ચૂંટણી@બેચરાજી: ગંજબજારની 15 સીટ સામે 31 ઉમેદવારો મેદાનમાં, સત્તાનો જંગ

અટલ સમાચાર,મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) બેચરાજી ગંજબજારની ચૂંટણીને લઇ આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. ફોર્મ પરત ખેંચવાનો અને ચકાસણીનો સમય પુર્ણ થતાં માર્કેટયાર્ડની 15 બેઠકો સામે 31 ઉમેદવારો મેદાનમાં છે. ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ સંઘ સહિતના વિભાગોના કુલ 342 મતદારો સત્તા સોંપવાનું જૂથ નક્કી કરશે. સૌથી મોટી હરીફાઇ પૂર્વ ગૃહમંત્રી અને વર્ષો જૂના સહકારી આગેવાનના જૂથ
 
ચૂંટણી@બેચરાજી: ગંજબજારની 15 સીટ સામે 31 ઉમેદવારો મેદાનમાં, સત્તાનો જંગ

અટલ સમાચાર,મહેસાણા(પ્રિયકાન્ત શ્રીમાળી) 

બેચરાજી ગંજબજારની ચૂંટણીને લઇ આજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. ફોર્મ પરત ખેંચવાનો અને ચકાસણીનો સમય પુર્ણ થતાં માર્કેટયાર્ડની 15 બેઠકો સામે 31 ઉમેદવારો મેદાનમાં છે. ખેડૂત, વેપારી અને ખરીદ-વેચાણ સંઘ સહિતના વિભાગોના કુલ 342 મતદારો સત્તા સોંપવાનું જૂથ નક્કી કરશે. સૌથી મોટી હરીફાઇ પૂર્વ ગૃહમંત્રી અને વર્ષો જૂના સહકારી આગેવાનના જૂથ વચ્ચે ચાલી રહી છે. જેમાં સત્તાની સાંઠમારી માટે દાવેદાર બંને જૂથો ભાજપની વિચારધારા સાથે સંલગ્ન હોઇ ચૂંટણી રસપ્રદ બનતી જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાની બેચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી પ્રક્રીયા અંતર્ગત આજે ઉમેદવારોના નામો સ્પષ્ટ થયા છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો સામે 21 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો સામે 8 તો ખરીદ-વેચાણ સંઘની 1 બેઠક માટે 2 ઉમેદવારો સામે આવ્યા છે. એટલે કે બેચરાજી નજીક 15 સીટ સામે 31 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવી જીત મેળવવા કવાયત હાથ ધરી છે. આ માટે ત્રણેય વિભાગના કુલ 342 મતદારો ચૂંટણીના દિવસે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, બેચરાજી ગંજબજારમાં સત્તાનો સંઘર્ષ એક જ પાર્ટીની વિચારધારાને માનતાં બે જૂથ વચ્ચે હોઇ રસાકસી જામી છે. જેમાં સહકારી આગેવાન વિઠ્ઠલ પટેલનું ગ્રુપ તો સામે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના ગ્રુપ બેચરાજી યાર્ડમાં સત્તા માટે મેદાનમાં આવ્યા છે. જોકે આગામી 22 તારીખે યોજાનાર ચૂંટણીમાં બેચરાજી બજાર સમિતિના 342 મતદારો કયા ગ્રુપના કયા આગેવાનને સત્તા સોંપવી તે નક્કી કરશે.