ચુંટણીઃ2019માં ભારતના ખેડૂતો ઈચ્છે તેની સરકાર બની શકે

અટલ સમાચાર, ડેસ્ક લોકસભા ચૂંટણીમાં પક્ષોનું ભાવિ ગ્રામિણ મતદારોના વલણ પર નિર્ભર રહેશે. કુલ 543 સંસદીય બેઠકોમાંથી 57 બેઠકો શહેરી વિસ્તારોમાં આવે છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં આ બેઠકોની સંખ્યા 342 છે. જેમાં 144 અર્ધશહેરી બેઠકો છે. 2014 લોકસભા ચુંટણીમાં ભાજપે આ બેઠકોમાંથી 178 જીતી લીધી હતી. 2019 ચુંટણી વખતે કૃષિ સંકટ બહુ મોટો મુદ્દો બની
 
ચુંટણીઃ2019માં ભારતના ખેડૂતો ઈચ્છે તેની સરકાર બની શકે

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચૂંટણીમાં પક્ષોનું ભાવિ ગ્રામિણ મતદારોના વલણ પર નિર્ભર રહેશે. કુલ 543 સંસદીય બેઠકોમાંથી 57 બેઠકો શહેરી વિસ્તારોમાં આવે છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં આ બેઠકોની સંખ્યા 342 છે. જેમાં 144 અર્ધશહેરી બેઠકો છે. 2014 લોકસભા ચુંટણીમાં ભાજપે આ બેઠકોમાંથી 178 જીતી લીધી હતી.

ચુંટણીઃ2019માં ભારતના ખેડૂતો ઈચ્છે તેની સરકાર બની શકે2019 ચુંટણી વખતે કૃષિ સંકટ બહુ મોટો મુદ્દો બની શકે છે. ખેતી પર આધારિત 120 બેઠકોવાળા યુ.પી. બિહાર દ્વારા સત્તા સુધી પહોંચવાની ભાજપાની કોશિષો સરળ નહીં હોય કેમકે બંને મોટા રાજ્યોમાં કૃષિ મુશ્કેલીનો માર પડયો છે. 2014માં બીજેપી સત્તામાં આવી ત્યારબાદ બે વર્ષ વરસાદ ઓછો થવાથી દેશને દુકાળના સંકટનો સામનો કરવો પડયો. 2016 થી 2018 વચ્ચે સારો વરસાદ થવાથી ખાદ્ય અન્નોનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. જેના કારણે તેની કિંમતોમાં ઘટાડો થયો અને ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું હતું.

ચુંટણીઃ2019માં ભારતના ખેડૂતો ઈચ્છે તેની સરકાર બની શકે

ફેબ્રુઆરી-2019માં પ્રધાનમંત્રી કિસાન સંન્માન નિધિ યોજના શરૂ કરાઇ. જેમાં નાના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક મદદ આપવાની જોગવાઇ છે. ભાજપા આ યોજનાના આધારે જ ખેડૂતો પાસે મત માગવા જશે. ખેડૂતોની ઋણ માફીનો મુદ્દો લઇને કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપા પાસેથી સત્તા છીનવી હતી. પણ ભાજપને આશા છે કે, પ્રધાનમંત્રી કિસાન યોજનાના સહારે ચૂંટણીમાં તેને સફળતા મળશે. અનુમાન છે કે આ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતોને લાભ મળશે. આ આંકડો 86 ટકા ખેડૂત પરિવારોને સમાવી લે છે. વડાપ્રધાને આ યોજનાનું વિસ્તરણ કરવાના સંકેતો આપ્યા છે.

કેન્દ્રએ 2022 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરવાની વાત તો કરી દીધી પરંતુ ડિસેમ્બર 2018 સુધી સરેરાશ ગ્રામ્ય મજૂરી ફકત 3.8 ટકાના દરે વધી જે બતાવે છે કે કૃષિ રહિત ગ્રામ્ય ભથ્થામાં પણ વધારો નથી થયો.