ચુંટણીઃ પ્રચારમાં ઉમેદવારો સાથે સ્થાનીક નેતાઓને લઈ મતદારોમાં છૂપો રોષ

અટલ સમાચાર, મહેસાણા શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં જામતો નેતાઓનો મેળાવડોઃ એજ જુના વાયદાઓ પુરા કરી આપવાના લૂલા વચનો 2019 લોકસભા ચુંટણીનો માહોલ દેશમાં ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 23 એપ્રિલે મતદાનને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓના ઉમેદવારો, કાર્યકરોએ પોત-પોતાની પાર્ટીઓના ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત શરૂ કરી છે. સાથે-સાથે બે હાથ જોડી વોટરોને મત આપજો અમે તમારા બધા કામો
 
ચુંટણીઃ પ્રચારમાં ઉમેદવારો સાથે સ્થાનીક નેતાઓને લઈ મતદારોમાં છૂપો રોષ

અટલ સમાચાર, મહેસાણા

શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં જામતો નેતાઓનો મેળાવડોઃ એજ જુના વાયદાઓ પુરા કરી આપવાના લૂલા વચનો

2019 લોકસભા ચુંટણીનો માહોલ દેશમાં ચાલી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 23 એપ્રિલે મતદાનને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતની પાર્ટીઓના ઉમેદવારો, કાર્યકરોએ પોત-પોતાની પાર્ટીઓના ઉમેદવારોને જીતાડવા તનતોડ મહેનત શરૂ કરી છે. સાથે-સાથે બે હાથ જોડી વોટરોને મત આપજો અમે તમારા બધા કામો કરી આપીશું જેવા વાયદાઓ ચુંટણી માહોલમાં પુનરાવર્તન થઈ રહ્યા છે.

ઉત્તર ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિત સાબરકાંઠા પરની બેઠકો ઉપરના નેતાઓ પાંચ વર્ષ બાદ નજરે ચડી રહ્યા છે. અને તેમની સાથે પાર્ટીઓના ચુંટાયેલા સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર, પંચાયત સભ્યો ફરી એકવાર લાંબા સમય બાદ શેરી, સોસાયટીઓ, મહોલ્લામાં ટહેલતા જોઈ પ્રજામાં છૂપો રોષ ઉદભવ્યો છે. ચુંટણી આવતા જ જુના વાયદાઓ તો જેમના તેમ જ છે ત્યારે આ વખતે પુરા કરી આપવાના વચનો આપી રહ્યા છે.

નેતાઓની હાથ વીનવણીઓ જોઈ મતદારોને ભોળવી દેવામાં માહેર નેતાઓને જોઈ મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ લોકશાહીને જાળવી રાખવામાં મહત્વનું યોગદાન આપનારા વોટર્સ આ ચુંટણીમાં નેતાઓ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને જુના કામો, વાયદાઓ યાદ કરાવતા પાર્ટીના ઉમેદવારો પણ ભાંટા પડી રહ્યા છે.

લોકસભા ચુંટણીમાં ઉત્તર ગુજરાતની સીટો ઉપર કેટલીક જગ્યાઓ નવા ચહેરાઓ આવ્યા છે. જોકે ઈલેક્શન સમયે ચહેરા બદલી જવાથી મતદારોને પાર્ટીના નેતાઓ રીતસર મતદાતાના ભોળપણનો લાભ ઉઠાવી રહ્યા છે.