ચૂંટણી@મહેસાણા: નોટરી રૂબરૂ સોગંદનામુ કરી ફોર્મ ભરશે વિપુલ ચૌધરી, કોર્ટે આપી મંજૂરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. કથિત સાગરદાણ અને બોનસ પગાર કૌભાંડ મામલે CIDની ટીમે તેમની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગ્યા હતા. આ તરફ આજે તેમના રીમાન્ડ પુર્ણ થવાની વચ્ચે કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીની ચૂંટણીમાં
 
ચૂંટણી@મહેસાણા: નોટરી રૂબરૂ સોગંદનામુ કરી ફોર્મ ભરશે વિપુલ ચૌધરી, કોર્ટે આપી મંજૂરી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. કથિત સાગરદાણ અને બોનસ પગાર કૌભાંડ મામલે CIDની ટીમે તેમની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગ્યા હતા. આ તરફ આજે તેમના રીમાન્ડ પુર્ણ થવાની વચ્ચે કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મંજૂરી આપતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટે ચૂંટણીમાં ફોર્મ ભરવાની મંજૂરી આપી છે. ગત શનિવારે રાત્રે CID ક્રાઇમની ટીમે વિપુલ ચૌધરીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતાં તેમના ચાર દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. જે બાદમાં ડેરીમાં તેમને સાથે રાખી તપાસ કર્યા બાદ વધુ બે દિવસના રીમાન્ડ મંજૂર કરતાં આજે તેમનો રીમાન્ડનો સમય પણ પુરો થયો છે. જેથી તેમને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. આ તરફ તેમને કોર્ટમાં ચૂંટણીનું ફોર્મ ભરવા કરેલી અપીલને મંજુરી પણ મળી હોવાનું સામે આવ્યુ છે.

ચૂંટણી@મહેસાણા: નોટરી રૂબરૂ સોગંદનામુ કરી ફોર્મ ભરશે વિપુલ ચૌધરી, કોર્ટે આપી મંજૂરી
જાહેરાત

સમગ્ર મામલે સરકારી વકીલે મીડિયા સમક્ષ જણાવ્યું હતુ કે, દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીના છ દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં બીજા કોઇ રીમાન્ડની માંગણી કરવામાં આવી નથી. જેને લઇ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે નોટરી રૂબરૂ સોગંદનામું કરી પોતાનું ચૂંટણી ફોર્મ ભરી શકે તેવો હુકમ પણ કોર્ટે કર્યો છે. આ તરફ હવે આગામીની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વિપુલ ચૌધરી જામીન અરજી મુકી શકે છે.