ચૂંટણી@મહેસાણા: દૂધસાગરના જંગમાં ઉતરવાં વિપુલ ચૌધરીને મંજૂરી, સમર્થકોમાં ખુશીની લહેર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા દૂધસાગર ડેરી મામલે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટે વિપુલભાઇ ચૌધરીને મોટી રાહત આપી છે. જેથી હવે વિપુલભાઇ ચૌધરી 5 જાન્યુઆરીની ચૂંટણી લડી શકશે. હાઇકોર્ટે જોડિયા સહકારી મંડળીને ક વર્ગમાં મૂકવાના નિર્ણય હાલ પૂરતો સ્ટે આપતાં રાહત મળી છે. જેને લઇ વિપુલભાઇ ચૌધરીના સમર્થકોમાં ભારે ઉત્સાહ
 
ચૂંટણી@મહેસાણા: દૂધસાગરના જંગમાં ઉતરવાં વિપુલ ચૌધરીને મંજૂરી, સમર્થકોમાં ખુશીની લહેર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરી મામલે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટે વિપુલભાઇ ચૌધરીને મોટી રાહત આપી છે. જેથી હવે વિપુલભાઇ ચૌધરી 5 જાન્યુઆરીની ચૂંટણી લડી શકશે. હાઇકોર્ટે જોડિયા સહકારી મંડળીને ક વર્ગમાં મૂકવાના નિર્ણય હાલ પૂરતો સ્ટે આપતાં રાહત મળી છે. જેને લઇ વિપુલભાઇ ચૌધરીના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પુર્વ ગૃહમંત્રી વિપુલભાઇ ચૌધરીને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ખેરાલુ જોડિયા સહકારી મંડળીને ક વર્ગમાં ધકેલાતાં વિપુલભાઇ ચૌધરીનુ ફોર્મ રદ્દ થવાની સંભાવનાને પગલે હાઇકોર્ટના દ્રાર ખખડાવ્યા હતા. જે બાદમાં આજે વિપુલભાઇ ચૌધરી જૂથ માટે સૌથી મોટી ખુશખબર સામે આવી છે. ક વર્ગને અ કે બ વર્ગનો નિર્ણય હાઇકોર્ટમાં લેવાશે પણ હાલ પુરતી વિપુલ ચૌધરીને રાહત મળી છે.

ચૂંટણી@મહેસાણા: દૂધસાગરના જંગમાં ઉતરવાં વિપુલ ચૌધરીને મંજૂરી, સમર્થકોમાં ખુશીની લહેર
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, વિપુલભાઇ ચૌધરી હવે 5 જાન્યુઆરીએ યોજાનાર દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઉભા રહી શકશે. અગાઉ ચૂંટણી અધિકારી દ્રારા વિપુલભાઇ ચૌધરીનુ ઉમેદવારી ફોર્મ હાઇકોર્ટના આદેશ અનુસાર માન્ય રાખવાનો નિર્ણય કર્યો હતો. નોંધનિય છે કે, હાલ કથિત સાગરદાણ અને બોનસ કૌભાંડમાં વિપુલભાઇ ચૌધરી જેલમાં બંધ છે. જોકે આજે હાઇકોર્ટ તરફથી તેમને મોટી રાહત મળતાં સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.