ચૂંટણી@પાલનપુર: માર્કેડયાર્ડમાં 16 ડીરેક્ટરો માટે મતદાન શરૂ, આવતીકાલે પરિણામ

અટલ સમાચાર ડોટ કોમ,પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે પાલનપુર માર્કેડયાર્ડની ચૂંટણી યોજાઇ રહી છે. આજે માર્કેડયાર્ડમાં 16 ડિરેક્ટરો માટે ચૂંટણી હોઇ વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા પહોંચ્યાં છે. વિગતો મુજબ ભાજપ પ્રેરિત બે પેનલોના 32 ઉમેદવારો મેદાનમાં છે. આ તરફ આજે મતદાન પુર્ણ થયા બાદ આવતીકાલે રવિવારે મતગણતરી હાથ ધરાશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ચૂંટણી@પાલનપુર: માર્કેડયાર્ડમાં 16 ડીરેક્ટરો માટે મતદાન શરૂ, આવતીકાલે પરિણામ

અટલ સમાચાર ડોટ કોમ,પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે પાલનપુર માર્કેડયાર્ડની ચૂંટણી યોજાઇ રહી છે. આજે માર્કેડયાર્ડમાં 16 ડિરેક્ટરો માટે ચૂંટણી હોઇ વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા પહોંચ્યાં છે. વિગતો મુજબ ભાજપ પ્રેરિત બે પેનલોના 32 ઉમેદવારો મેદાનમાં છે. આ તરફ આજે મતદાન પુર્ણ થયા બાદ આવતીકાલે રવિવારે મતગણતરી હાથ ધરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર માર્કેટયાર્ડની આજે શનિવારે 16 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ખેડૂત વિભાગના 10, વેપારી વિભાગના 4 અને ખરીદ વેચાણ વિભાગના 2 ડિરેક્ટરોની ચૂંટણી માટે કુલ 32 ઉમેદવારો મેદાને છે. માર્કેટયાર્ડના વર્તમાન ચેરમેન ફતા ધારીયા અને પૂર્વ ચેરમેન સોમા પટેલની પેનલો આમને-સામને ચૂંટણી લડી રહી છે. જે બન્ને પેનલો ભાજપ પ્રેરિત પેનલો હોવાથી ચૂંટણીમાં રસાકસી જોવા મળી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મોટી સંખ્યામાં ઉમટેલાં મતદાતાઓ સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરશે. જે બાદ તમામ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થઈ જશે. ચૂંટણીને લઈને વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારીયા અને પૂર્વ ચેરમેન સોમાભાઈ પટેલ બન્ને પોતાની પેનલના જીતના દાવાઓ કરી રહ્યા છે. જોકે, આવતીકાલે મતગણતરી બાદ જ પરિણામ સ્પષ્ટ થશે.