ચુંટણી@ગુજરાત: 344 પંચાયત-પાલિકાની ચુંટણી 28 ફેબ્રુઆરીએ, સત્તા માટે મહિનો દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ચુંટણી પંચના અધિકારીઓએ આગામી મહિના માટે યોજનાર સ્થાનીક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર કરી છે. આ ચુંટણી બે તબક્કામાં યોજાવાની જાહેર થઈ છે એની સાથે પરિણામ પણ બે તબક્કામાં જાહેર કરાતા વિપક્ષે અસંતોષ જાહેર કર્યો હતો. જેમા તેમને રીઝલ્ટના દિવસો અલગ અલગ હોવાથી પરિણામને પ્રભાવિત થવા ઉપર આશંકા વ્યક્ત કરી હતી.
 
ચુંટણી@ગુજરાત: 344 પંચાયત-પાલિકાની ચુંટણી 28 ફેબ્રુઆરીએ, સત્તા માટે મહિનો દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચુંટણી પંચના અધિકારીઓએ આગામી મહિના માટે યોજનાર સ્થાનીક સ્વરાજની ચુંટણીની તારીખો જાહેર કરી છે. આ ચુંટણી બે તબક્કામાં યોજાવાની જાહેર થઈ છે એની સાથે પરિણામ પણ બે તબક્કામાં જાહેર કરાતા વિપક્ષે અસંતોષ જાહેર કર્યો હતો. જેમા તેમને રીઝલ્ટના દિવસો અલગ અલગ હોવાથી પરિણામને પ્રભાવિત થવા ઉપર આશંકા વ્યક્ત કરી હતી. 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા તથા 28 ફેબ્રુઆરીના રોજ અને નગરપાલિકા અને પંચાયતની ચુંટણી યોજાવાની જાહેરાત થઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા ,31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચુંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલીકાનુ તથા બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતની ચુંટણીનુ પરિણામ પણ બે તબક્કામાં જાહેર કર્યુ હોવાથી ચર્ચાએ જોર પકડ્યુ છે. જેમાં 6 મહાનગરપાલિકાનુ પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરાશે તથા નગરપાલિકા અને જિલ્લા/તાલુકા પંચાયતનુ પરિણામ 5 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.

ચુંટણીની તારીખો જાહેર થતા મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જીલ્લા અને તાલુકા પંચાયતોમાં આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. જેમા મહાનગરપાલિકા માટે જાહેરનામું 23 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 8 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. મહાનગરપાલિકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 6 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 13 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનુ ફોર્મ ભરી શકશે.