ઉચાપત@અમદાવાદ: શાળાની ઓડીટમાં 3.21 કરોડના કૌભાંડનો ઘટસ્ફોટ, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અમદાવાદ શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કુલની મહિલા કારકુને કરોડો રૂપીયાની નાણાકીય ઉચાપત કરી હોવાની ફરિયાદ સામે આવી છે. ઓડિટ દરમ્યાન સમગ્ર મામલા ઉપર શંકા જતાં મહિલા કારકુન પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ મહિલાએ અનઅધિકૃત રીતે ગેરહાજર રહેવાનુ શરૂ કરી દીધુ હતુ. જેથી આ મામલે શાળાના પ્રિન્સીપાલે મહિલા કારકુન સહિત
 
ઉચાપત@અમદાવાદ: શાળાની ઓડીટમાં 3.21 કરોડના કૌભાંડનો ઘટસ્ફોટ, 2 સામે ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કુલની મહિલા કારકુને કરોડો રૂપીયાની નાણાકીય ઉચાપત કરી હોવાની ફરિયાદ સામે આવી છે. ઓડિટ દરમ્યાન સમગ્ર મામલા ઉપર શંકા જતાં મહિલા કારકુન પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ મહિલાએ અનઅધિકૃત રીતે ગેરહાજર રહેવાનુ શરૂ કરી દીધુ હતુ. જેથી આ મામલે શાળાના પ્રિન્સીપાલે મહિલા કારકુન સહિત 2 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કુલમા વર્ષના અંતે ચાર્ટેડ એકાઉન્ટન્ટ ઓડીટ કરે છે. જેથી પ્રિન્સીપાલે કારકુન પાસેથી ચેકબુક, પાસબુક અને હિસાબો જેવા નાણાકિય હિસાબોના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પરંતુ મહિલા કારકુને હિસાબો આપ્યો ન હતો તથા અનઅધિકૃત રીતે તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેથી શાળાના સંચાલકોને મહિલા કારકુન ઉપર શંકા જતા શાળાનું બેંક એકાઉન્ટ તપાસ કરાતાં તેમાં ક્રેડિટ ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં અમુક રકમ ચેકથી તથા કેટલીક રકમ RTGSથી ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું. તત્કાલ પ્રિન્સીપાલને આ વાતથી માહિતગાર કરાતા તેઓએ જણાવ્યુ હતુ કે, ચેકબુક કારકુન પાસે રહેતી હતી. જેમાં પ્રિન્સીપાલની નકલી સહીઓ કરી કુલ રૂ. 3.21,09,975/- રૂપીયાની ઉચાપત કરી હોવાનુ સામે આવ્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, શાળામાં મનીશા વસાવા 15 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. જેને જુલાઈ 2019 થી માર્ચ 2020 સુધીમાં જયેશ વસાવાના ખાતમાં RTGS થી 2,87,43,705/- કરોડ રૂપીયા ટ્રાન્સફર કર્યા હતા. આ સીવાય વિધાર્થીઓની રૂપીયા 33,65,470/- જેટલી ફી પણ શાળાના એકાઉન્ટમાં જમા નહોતી કરાવી. જેથી શાળાના પ્રિન્સીપાલે મહિલા કારકુન સહીત 2 શખ્સ વિરૂધ્ધ રૂ. 3.21 કરોડની નાણાકીય ઉચાપત મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેથી ગુજરાત યુનીવર્સીટી પોલીસે આ મામેલ વધુ તપાસ હાથ ધરી છે.