સુરતઃ સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી ફરાર

અટલ સમાચાર, ડેસ્ક સુરતના હીરા બાગ વિસ્તારમાં આવેલી સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી 1 કરોડના દાગીનાની ચોરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણકારી મળતા કારખાનાના માલિક તત્કાલિક પોલીસને જાણકારી આપતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. કંપનીના સીસીટીવી ચેક કરતા કંપનીનો કર્મચારી ચોરી કરતા કેદ થયો હતો, પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
 
સુરતઃ સોનાના દાગીના બનાવતી કંપનીમાં કર્મચારી કરોડોની ચોરી કરી ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના હીરા બાગ વિસ્તારમાં આવેલી સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી 1 કરોડના દાગીનાની ચોરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણકારી મળતા કારખાનાના માલિક તત્કાલિક પોલીસને જાણકારી આપતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. કંપનીના સીસીટીવી ચેક કરતા કંપનીનો કર્મચારી ચોરી કરતા કેદ થયો હતો, પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતનું વરાછા વિસ્તાર એટલે અહીંયા ખાસ કરીને હીરાના મોટા કારખાના કે હીરામાંથી તૈયાર થતી જવેલરીના મોટા યુનિટ આવેલા છે. ત્યારે વરાછા વિસ્તારના રોડ પર હીરા બાગ નજીક લક્ષ્મી હોટલની પાછળ આવેલી ડેઝલ જ્વેલ્સ નામની કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું કામકાજ કરવામાં આવે છે.

ગત રાત્રિના એક વાગ્યા આસ-પાસ એક કર્મચારી દ્વારા દાગીના બનાવતી વખતે નીકળતાં સોનાના પાવડરની ચોરી કરવામાં આવી હતી. અંદાજે એકાદ કરોડથી વધુના સોનાના પાવડરની કર્મચારી દ્વારા ચોરી થઈ હોવાની જાણ સવારે માલિક દ્વારા સ્ટોક ટેલી કરતા સામે આવ્યું હતું, જોકે પોતાને ત્યાં ચોરી થયાનું માલુમ થતા માલિક તત્કાલિન વરાછા પોલીસને ચોરી અંગેની જાણકારી આપી હતી.1 કરોડ કરતા વધુની ચોરી થયાની વાત સાંભળતા જ પોલિસ પણ તત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.